ભારતે ઓસ્ટ્રેલિયા સામેના દિલધડક મુકાબલામાં 8 રને જીત મેળવી છે. 251 રનનો પીછો કરતા ઓસ્ટ્રેલિયાની શરૂઆત સારી રહી હતી. ઓપનિંગ જોડીએ 83 રન ઉમેર્યા બાદ તેઓ નિયમિત અંતરે વિકેટ ગુમાવતા રહ્યા હતા. તેમના માટે માર્ક્સ સ્ટોઈનિસે 52 એન્ડ પીટર હેન્ડસકોમ્બે 48 રન કર્યા હતા. ભારત માટે કુલદીપ યાદવે 3 વિકેટ લીધી હતી. જયારે જસપ્રીત બુમરાહ અને વિજય શંકરે 2-2 વિકેટ લીધી હતી. 5 વનડેની સિરીઝમાં ભારત 2-0થી આગળ છે. 51 રનનો પીછો કરતા ઓસ્ટ્રેલિયાએ 20 ઓવરના અંતે 2 વિકેટ ગુમાવી 106 રન કર્યા છે. પીટર હેન્ડસકોમ્બ 11 રને અને શૉન માર્શ 12 રને રમી રહ્યા છે. ઉસ્માન ખ્વાજા 37 બોલમાં 38 કરીને આઉટ થયો હતો. કેદારની બોલિંગમાં કોહલીએ તેનો આસાન કેચ કર્યો હતો. આરોન ફિન્ચ 37 રને કુલદીપ યાદવની બોલિંગમાં એલબીડબ્લ્યુ થયો હતો. 251 રનનો પીછો કરતા ઓસ્ટ્રેલિયાએ 10 ઓવરના વિના વિકેટ ગુમાવી 60 રન કર્યા છે. આરોન ફિન્ચ 26 રને અને ઉસ્માન ખ્વાજા 28 રને રમી રહ્યા છે. ભારત 48.2 ઓવરમાં 250 રનમાં ઓલઆઉટ થયું હતું. ભારત માટે વિરાટ કોહલીએ સર્વાધિક 116 રન કર્યા હતા. તેણે આજે પોતાની 40મી સદી ફટકારી હતી અને તે દરમિયાન 10 ચોક્કા માર્યા હતા. તેના સિવાય વિજય શંકરે 46 રનનું યોગદાન આપ્યું હતું. અન્ય કોઈ બેટ્સમેન 25 રનનો આંક વટાવી શક્યો નહતો. ઓસ્ટ્રેલિયા માટે પેટ કમિન્સે 4 વિકેટ અને એડમ ઝાંપાએ 2 વિકેટ લીધી હતી. ઓસ્ટ્રેલિયાને બીજી મેચ જીતવા 251 રનનો લક્ષ્યાંક મળ્યો છે.

