આદિત્ય પંચોલી વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ,નશાનો ડોઝ આપીને કરતાં હતો અભિનેત્રીનું યૌન શોષણ

ફિલ્મ જગત મુખ્ય સમાચાર

એક મોટી અભિનેત્રીની ફરિયાદના આધારે અભિનેતા આદિત્ય પંચોલી વિરુદ્ધ રેપ કેસ દાખલ કરાયો છે. અભિનેત્રી સાથે આદિત્ય લાંબા સમય સુધી રિલેશનમાં રહ્યા હતા અને છેલ્લા કેટલાક દિવસથી બંને વચ્ચે કોઇ વાતે તકરાર ચાલી રહી છે.

પોલીસે આરોપી આદિત્ય પંચોલી પર આઇપીસી એક્ટ 376, 328, 384, 341, 342, 323, 506 અંતર્ગત ગુનો દાખલ કર્યો છે. દાખલ કરવામાં આવેલી એફઆઈઆર અંતર્ગત 2004થી 2009 દરમિયાન આરોપી અભિનેત્રીને નશામાં ડોઝ આપીને તેનું યૌન શોષણ કરતો હતો અને તેની આપત્તિજનક તસવીરો લીધી હતી. તસવીરો પરિવારજનો-મિત્રોને બતાવવાના નામ પર એક કરોડ રૂપિયાની માંગ કરી હતી. જેમાંથી 50 લાખ રૂપિયા વસૂલ કરવામાં આવ્યા હતા. જયારે પીડીતાએ ફરિયાદ કરવાની કહી તો તેની સાથે મારપીટ પણ કરી હતી. આ અંગે કેસની તાપસ વર્સોવા પોલીસ કરી રહી છે.

આ પહેલા બોલીવૂડ એક્ટર શાઇની આહુજા, કરણ ઓબેરોય પર પણ રેપ કેસનો આરોપ લાગી ચૂક્યો છે. ત્યારબાદ હવે આદિત્ય પંચોલી વિરુદ્ધ પણ કેસ દાખલ થયો છે. તો અભિનેતા આલોકનાથ પર પણ રેપનો આરો લાગી ચૂક્યો છે.

થોડા સમય પહેલા જ અભિનેતા આદિત્ય પંચોલી પર રેપ અને શોષણ જેવા ગંભીર આરોપ લગાવનારી એક્ટ્રેસ અને તેની બહેનને કોર્ટમાં રજૂ થવાનો આદેશ આપવામાં આવ્યો હતો. આ મામલે આદિત્યએ પોલીસમાં ફરિયાદ કરી આ અભિનેત્રી અને તેની બહેન પર ખોટા આરોપ લગાવવા અને ફસાવવાનો દાવો કર્યો હતો.

બોલીવૂડની આ મોટી અભિનેત્રી અને તેની બહેનને અંધેરી કોર્ટે 26 જુલાઇએ કોર્ટમાં રજૂ થવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ મામલે આદિત્યનું કહેવું હતું કે એક્ટ્રેસ તરફથી તેમને ધમકીઓ મળી રહી હતી. આદિત્યએ આ ધમકીનું સ્ટિંગ પણ બનાવ્યું હતું.