ભારતે બેલિસ્ટિક મિસાઈલનું કર્યું સફળ પરિક્ષણ, દુશ્મનો પર કરશે વાર

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

સંરક્ષણ ક્ષેત્રે ભારતે એક પગલું આગળ વધાર્યું છે. સ્ટ્રેટેજિક ફોર્સ કમાન્ડ (SFC)એ નાઈટ-ફાયરિંગ બેલિસ્ટિક મિસાઇલનું સફળ પરિક્ષણ કર્યું છે. ઓડિશાના કિનારે આ પરીક્ષણ કરવામાં આવ્યું છે. દેશમાં તમામ બેલિસ્ટિક મિસાઇલ્સને સ્ટ્રેટેજિક ફોર્સ કમાન્ડ દ્વારા નિયંત્રિત કરવામાં આવે છે.અગાઉ 12 મી જૂને ભારત સફળતાપૂર્વક ટેક્નોલૉજી પ્રદર્શન મિસાઈલ વાહન શરૂ કર્યું હતું. આ લોંચ ભવિષ્યના મિશનમાં ઘણી તકનીકોના ઉપયોગમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

બાલાસોરના કિનારે અગ્નિ શ્રેણીના મિસાઈલનો ઉપયોગ કરીને તેનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું.ભારતે પોતાના અણુશસ્ત્રોના જખીરાના અડધાથી વધારે 56 ટકા ભાગ જમીનથી જમીન માર કરવા વાળી પૃથ્વી અને અગ્નિ જેવી બેલાસ્ટિક મિસાઈલ તરીકે તૈનાત કરી છે.
હિંન્દુસ્તાન પાસે 250 કીમી દૂરીને માર કરવાવાળી ટૂંકા અંતરની બેલાસ્ટિક મિસાઈલ પણ છે, જે 24 અણુબોમ્બ નાખી શકે છે. તે સરળતાથી પાકિસ્તાનના લાહોર, સિયાલકોટ, ઇસ્લામાબાદ, રાવલપિંડીને ટાર્ગેટ કરી શકે છે.તેવી જ રીતે, અગ્નિ 1 અને અગ્નિ 2 ના નામ પર પરમાણુ હથિયારોથી સજ્જ 20 બેલિસ્ટિક મિસાઇલ્સ પણ ભારત પાસે છે, જે 700 થી 2 હજાર કિલોમીટર સુધી માર કરી શકે છે. આવી પરિસ્થિતિમાં પાકિસ્તાનના લગભગ તમામ શહેરો આવી શકે છે. તે લાહોર, ઇસ્લામાબાદ અથવા રાવલપિંડી, મુલ્તાન, પેશાવર, કરાચી, ક્વેટા અથવા ગ્વાદરમાં છે. અગ્નિ 3, 4 અને 5 જેવી લાંબી રેન્જ મિસાઇલ્સ પણ પાકિસ્તાનના વિનાશનો ભોગ બની શકે છે.