હૃતિક રોશન ફિલ્મ મહાભારતમાં હજી જોડાયો નથીઃ દિપીકા પદુકોણ

ફિલ્મ જગત

હૃતિક રોશન અને દીપિકા પદુકોણના ફિલ્મઇન્ડસ્ટ્રીમાં સારા સંબંધો છે. જોકે હાલ તેઓ દીપિકાની એક ફિલ્મને લઇન ેચર્ચામાં છે.

તાજેતરમાં સમાચાર હતા કે, દીપિકાની ‘મહાભારત’ ફિલ્મમાં હૃતિક રોશન કૃષ્ણનું પાત્ર ભજવવાનો છે. આ વાતને દીપિકા માત્રઅફવામાં ખપાવી રહી છે. તેણે કહ્યુ હતું કે, હજી સુધી મારી ફિલ્મ સાથે હૃતિક જોડાયો નથી. આ ફિલ્મની સ્ક્રિપ્ટ પર હજી કામ ચાલી રહ્યું છે. ફિલ્મસર્જક ટેલન્ટેડ દિગ્દર્શકની શોધમાં છે. ફિલ્મના દિગ્દર્શકની પસંદગી બાદ જ અમે આ ફિલ્મ માટે આગળ વધશું. દીપિકા હાલ મેઘના ગુલઝાર દિગ્દર્શિત ફિલ્મ ‘છપાક’માં જોવા મળવાની છે. તેમજ પતિ રણવીર સિંહ સાથે પણ રૂપેરી પડદે તેની પત્નીના પાત્રમાં જોવા મળશે.