નગર નિગમના અધિકારીની બેટિંગથી ધોલાઇ કરવાના મામલે ભાજપના ધારાસભ્ય આકાશ વિજયવર્ગીયની જામીન અરજી કોર્ટે ફગાવી છે અને હવે આ મામલાની સુનવણી ભોપાલની વિશેષ કોર્ટમાં થશે. એડિશનલ સેશન જજે અરજી ફગાવવા પાછળ ક્ષેત્રીય અધિકારથી બહારનો મામલો હોવાની દલીલ કરી. ભોપાલની વિશેષ કોર્ટમાં મધ્યપ્રદેશના ધારાસભ્યો અને સાંસદો સાથે જોડાયેલા મામલાની સુનવણી થયા છે.
નગર નિગમના એક ભવન નિરીક્ષકને બેટથી માર મારવાના મામલે ધરપકડ બાદ ભાજપના ધારાસભ્યને ગઇકાલે કોર્ટમાં રજૂ કરાયા હતા. કોર્ટે બંન્ને પક્ષોની દલીલ સાંભળ્યા બાદ આકાશ વિજયવર્ગીયની જામીન અરજી ફગાવી દીધી હતી. તેમને 11 જુલાઇ સુધી જ્યૂડિશિયલ કસ્ટડીમાં મોકવી દેવામાં આવ્યા હતા. આકાશ વિજયવર્ગીયએ જામીન અરજી ફગાવવાના નિર્ણયને સત્ર ન્યાયાલયમાં પડકારી હતી પરંતુ સત્ર ન્યાયાલયે ક્ષેત્રીય અધિકારની બહારનો મામલો હોવાની દલીલ કરી જામીન અરજી ફગાવી.

