છેલ્લા થોડા વરસોથી શાહરૂખ ખાનની ફિલ્મો નિષ્ફળ જાય છે. છેલ્લે તે આનંદ એલ રાયની ‘ઝીરો’માં દેખાયો હતો, જે બોક્સ ઓફિસ પર ઊંધા માથે પટકાઇ હતી.ત્યારબાદ શાહરૂખ માનસિક તાણનો ભોગ બન્યો હોવાની વાત ચાલી રહી છે.
સોશિયલ મીડિયા પરના ટ્વિટન્ટ એકાઉન્ટ પર ટ્વિટ્ કરવામાં આવ્યું છે કે, ” શોકિંગ બ્રેકિંગ ન્યુઝ. રેડ ચિલીઝના આંતરિક સૂત્રના અનુસાર કિંગ ખાનની ફિલ્મોની સતત નિષ્ફળતાને કારણે માનસિક તાણનો ભોગ બન્યો છે. તેને પેનિક એટેક આવે છે, અને તે એન્ટી ડિપ્રેશનની દવાઓ પણ લે છે. શાહરૂખ તું જલદી સારો થઇજા.”
આ સમાચારમાં તથ્ય કેટલું છે તે જાણવા મળ્યું નથી. પરંતુ આશા રાખીએ છીએ કે શાહરૂખ ખાન જલદી જ ફિલ્મોમાં પાછો ફરે અને આ વાતને માત્ર અફવા હોય.
ઉલ્લેખનીય છે કિંગ ખાન કેટલાય સમયથી પત્રકારોથી અંતર રાખી રહ્યો છે. કોઇ પણ ઇવેન્ટમાં તે પત્રકારો સાથે વાતચીત કરવાનું ટાળે છે. તે ‘ઝીરો’ની નિષ્ફળતા અંગે પત્રકારોનો સામનો કરવા રાજી નથી.

