લદાખના ડેમ ચૉક વિસ્તારમાં ચીને કોઈ ઘૂસણખોરી નથી કરી : સેના પ્રમુખ જનરલ બિપિન રાવત

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

સેનાએ પ્રમુખ જનરલ બિપિન રાવતએ શનિવારે કહ્યું, લદ્દાખના ડેમ ચોક વિસ્તારમાં ચીન દ્વારા ઘૂસણખોરી કરવામાં આવી નથી. રાવતે એ સમારોહ દરમિયાન કહ્યું, કોઈ ઘૂસણખોરી કરવામાં આવી નથી. જનરલ રાવતનું આ નિવેદન આ રિપોર્ટ વચ્ચે આવ્યું છે કે ચીની સૈનિકોએ છ જુલાઈના રોજ દલાઈ લામાના જન્મદિવસ નિમિતે તિબેટનો ઝંડો ફેલાવતા ગત અઠવાડિયે વાસ્તવિક નિયંત્રણ રેખા પર કરીને ઘૂસણખોરી કરી હતી. સેના પ્રમુખે કહ્યું, ચીન પોતાની માનતી વાસ્તવિક નિયંત્રણ રેખા પર આવે છે અને માથાકૂટ પણ કરે છે પરંતુ અમે તેમને રોકીયે છીએ. ઘણીવાર સ્થાનિક લેવલે કોઈ સમારોહની ઉજવણી પણ કરવામાં આવે છે. ડેમ ચોક વિસ્તારમાં આપણા લોકો અને તિબેટીયનો જશ્ન માનવી રહ્યા હતા.પરંતુ કોઈ ઘૂસણખોરી કરવામાં આવી નથી. બધું જ સામાન્ય પરિસ્થિતિ હેઠળ છે.

આ પહેલા એવા સમાચાર આવ્યા હતા કે દલાઈ લામાના જન્મદિવસની ઉજવણી પર ઘણા તિબેટીયનોએ પોતાનો ઝંડો ફરકાવ્યા વાળ ચીની સૈનિક ગત સપ્તાહે જમ્મુ કાશ્મીરના લડાખના ડૅમ ચોક વિસ્તારમાં 6 કિમી સુધી અંદર ઘૂસી ગયા હતા. અધિકારીઓ શુક્રવારે જણાવ્યું હતું કે પીપુલ્સ લિબરેશન આર્મીના જવાન એસયુવી કારમાં સવાર થઈને 6 જુલાઈના રોજ ભારતીય સીમા ક્રોસ કરીને આવ્યા હતા અને તિબેટ શરણાર્થીઓ દ્વારા ઝંડો ફરકાવવા મુદ્દે વિરોધ પણ કરવામાં આવ્યો હતો.