RSS એ કર્યો મોટો બદલાવ, સંગઠન મહાસચિવ પદથી રામલાલને હટાવવામાં આવ્યા, વી સતીષને આપવામાં આવી જવાબદારી

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

ભારતીય જનતા પાર્ટીના સંગઠન મહાસચિવ રામલાલને રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના સહ સંપર્ક પ્રમુખ બનાવ્યા છે. આ સૂત્રો દ્વારા જાણકારી આપવામાં આવી છે. વર્ષ 2006 માં રામલાલને ભાજપમાં સંગઠન મહાસચિવની જવાબદારી આપવામાં આવી હતી. હવે આ જવાબદારી ભાજપના સહસંગઠન મંત્રી વી સતીષ નિભાવશે

2005માં ભાજપ સંગઠન મહાસચિવ સંજય જોશીની સેક્સ સીડી બહાર આવ્યા બાદ ભાજપના પદ પરથી મુક્ત કરવામાં આવ્યા હતા.ત્યારબાદ 2006ની શરૂઆતથી રામલાલ ભાજપમાં સંગઠન મહાસચિવનું કામ જોઈ રહ્યા છે.

ભાજપ કેન્દ્રમાં સંગઠન મહામંત્રી અને પ્રદેશમાં સંગઠન મંત્રી સંઘથી મોકલવામાં આવતા હોય છે. જેઓ પાર્ટીમાં સંગઠન,સંઘ અને ભાજપ વચ્ચે સમન્વયથી કામ જુએ છે. ભાજપમાં પાર્ટી અધ્યક્ષ બાદ સંગઠન મહાસચિવનું પદ ખૂબ જ મહત્વનું હોય છે.

ભાજપના રાષ્ટ્રીય સંગઠનના મહામંત્રી આરએસએસના વરિષ્ઠ પ્રચારક હોય છે જે બંને સંગઠન વચ્ચે એકસુત્રતાથી કામ કરે છે. મળેલી જાણકારી મુજબ, હવે તેમને આરએસએસના અખિલ ભારતીય સહસંપર્કના પ્રમુખ બનાવવામાં આવ્યા છે. અત્યારે હાલ સંપર્ક પ્રમુખની જવાબદારી અનિરુદ્ધ દેશપાંડે પાસે છે.

રામલાલ છેલ્લા એક દાયકાથી ભાજપના સંગઠન મહામંત્રી તરીકેની જવાબદારી નિભાવી રહ્યા હતા.