અનંતનાગમાં 24 કલાકની અંદર બીજી અથડામણ, સુરક્ષાબળે 2-3 આતંકીઓને ઘેર્યા

મુખ્ય સમાચાર

દક્ષિણ કાશ્મીરના અનંતનાગમાં સુરક્ષાબળ અને આતંકીઓ વચ્ચે અથડામણના અહેવાલ પ્રાપ્ત થઇ રહ્યાં છે. સૂત્રોને મળતી જાણકારી મુજબ સેનાએ એક ઘરમાં છુપાયેલા ત્રણ આતંકીઓને ઘેરી લીધા છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા 24 કલાકમાં અનંતનાગમાં આ બીજી અથડામણ છે.

જેમાં સુરક્ષાબળે વઘામાં વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવ્યું છે. અહીં ત્રણ આતંકીઓ છુપાયા હોવાની સેનાને માહિતી મળી હતી. આ અગાઉ અનંતનાગમાં સોમવારે સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ જોવા મળી હતી જેમાં એક આતંકી ઠાર મરાયો હતો. જ્યારે આ અથડામણમાં એક મેજર સહિત ત્રણ સૈનિક ઇજાગ્રસ્ત થયા હતા. જમ્મૂ-કશ્મીરમાં આજે પણ દિવસની શરૂઆત સુરક્ષાબળ અને આતંકીઓ વચ્ચે અથડામણથી થઈ છે. જમ્મૂ-કશ્મીરના અનંતનગાના વઘામામાં સુરક્ષાબળ અને આતંકીઓ વચ્ચે અથડામણ થઈ છે. એક મકાનમાં બેથી ત્રણ આતંકીઓ છુપાયા હોવાની આશંકા છે. સુરક્ષાબળે સમગ્ર વિસ્તારને ઘેર્યો છે અને ઘરમાં છૂપાયેલા આતંકીઓને ઠાર મારવા કાર્યવાહી હાથ ધરી છે.  સુરક્ષાબળે સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યુ છે અને આતંકીઓનો ખાતમો બોલાવવા માટે કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, ચોવીસ કલાકમાં અનંતનાગમાં આ બીજી અથડામણ છે. ગઈ કાલે થયેલી અથડામણમાં સુરક્ષાબળે એક આતંકીને ઠાર માર્યો હતો.

ઉલ્લેખનીય છે ગઇકાલે જમ્મૂ-કાશ્મીરના પુલવામામાં આતંકી હુમલો થયો હતો. આતંકીઓએ IED બ્લાસ્ટ કર્યો હતો. સેનાની 44 રાષ્ટ્રીય રાયફલ્સનું વાહન પુલવામાના અરિહલ ગામમાં થઇ જઇ રહ્યું હતું ત્યારે આ હુમલો કરવામાં આવ્યો હતો.