ફરિયાદ કરવા પહોંચેલી મહિલાને ઉન્નાવ પોલીસે કહ્યુ, હજી રેપ થયો નથીને, થશે ત્યારે જોઈશું

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

ઉન્નાવમાં રેપનો શિકાર બનેલી એક પીડિતાને જીવતી સળગાવી દેવાયા બાદ આ જિલ્લો રાતોરાત દેશમાં કુખ્યાત બની ચુક્યો છે.

ઉન્નાવમાં પોલીસ મહિલાઓ સાથે કયા પ્રકારનો વહેવાર કરે છે તેનો વધુ એક કિસ્સો એક ન્યૂઝ ચેનલના અહેવાલથી પ્રકાશમાં આવ્યો છે.આ ચેનલ સાથે વાતચીતમાં વધુ એક મહિલાએ કહ્યુ હતુ કે, મારી સાથે ગુંડાઓએ રેપની કોશીશ કરી હતી.હું જેમ તેમ બચીને ભાગી છુટી હતી.આ કેસની ફરિયાદ લઈને હું પોલીસ સ્ટેશન પહોંચી ત્યારે પોલીસ કર્મીઓ ફરિયાદ સાંભળવા તૈયાર નહોતા.પોલીસે ઉલટાનુ કહ્યુ હતુ કે, હમણાં તો રેપ થયો નથી, જ્યારે થશે ત્યારે જોઈશું.

મહિલાએ કહ્યુ હતુ કે, જો આવી જ ઘટના મારી સાથે બનશે તો પોલીસ શું કરશે.મારી સાથે રેપના પ્રયાસની ઘટના ત્રણ મહિના પહેલાની છે.તે વખતે હું દવા લઈને પાછી ફરી રહી હતી ત્યારે કેટલાક લોકોએ મારા પર રેપની કોશિશ કરી હતી. મેં જ્યારે પોલીસને ફોન કર્યો ત્યારે પોલીસ વાન પહોંચી રહી છે તેવુ કહેવાયુ હતુ પણ કોઈ પોલીસ વાન આવી નહોતી. મેં પોલીસ ફરિયાદ નહી લીધા બાદ કોર્ટમાં કેસ કર્યો હતો.હજી સુધી આરોપીઓની ધરપકડ થઈ નથી.ત્રણ મહિનાથી હું પોલીસ સ્ટેશનના 30 ધક્કા ખાી ચુકી છું.બે પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ મને એક બીજાને ત્યાં ધક્કા ખવડાવી રહ્યા છે.