સાબરમતી રિવરફ્રન્ટના હિસાબમાં રૂ.69 કરોડનો ગોટાળો, ખાનગી કંપનીના ઓડિટરે રિપોર્ટમાં ખુલાસો કર્યો

ગુજરાત મુખ્ય સમાચાર

સાબરમતી રિવરફ્રન્ટના 2018-2019ના હિસાબમાં 69 કરોડનો ગોટાળો સામે આવ્યો છે. ખાનગી કંપનીના ઓડિટર દ્વારા કરવામાં આવેલા ઓડિટમાં રૂ. 69 કરોડ 31 લાખ 11 હજાર 476નો કોઈ હિસાબ મળ્યો નથી. ઓડિટ રિપોર્ટમાં ગોટાળો સામે આવવાને પગલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષ નેતા દિનેશ શર્માએ ચીફ વિજિલન્સ દ્વારા તપાસની માંગ કરી છે. વિપક્ષના આરોપ મુજબ, રૂ. 69 કરોડ ક્યાં ગયા અને કયા કામ માટે તેનો ઉપયોગ કરવામાં આવ્યો તેનો કોઈ હિસાબ નથી.

પ્રોજેક્ટ કમિટીમાં વિરોધ પક્ષને સ્થાન આપવામાં આવ્યું નથી

આ ઓડિટ રિપોર્ટ ઇન્ટરનલ કન્ટ્રોલમાં ખામી હોવાનું કહેવામાં આવ્યું છે. પ્રોજેક્ટ કમિટીમાં મહત્વના નિર્ણય લેવાય છે. પરંતુ પ્રોજેક્ટ કમિટીમાં વિરોધ પક્ષને સ્થાન આપવામાં આવ્યું નથી. જેથી વિપક્ષ ચીફ વિજિલન્સ તપાસ કરવા માટે પત્ર લખશે. ઉલ્લેખનીય છે કે, સાબરમતી રિવરફન્ટ કંપની કોર્પોરેશનની ગ્રાન્ટમાંથી ચાલે છે.