24 વર્ષ પહેલા આમિર સાથે આ સીન કરતા થરથર કાંપતી હતી કરિશ્મા કપૂર, વર્ષો પછી ખોલ્યું રાઝ

ફિલ્મ જગત

કેટલીયે સુપરહિટ ફિલ્મોમાં કામ કરનાર કરિશ્મા કપૂર થોડા સમયમાં જ ડીજીટલ ડેબ્યુ કરવા જઈ રહી છે. કરિશ્મા Zee5 પર રિલીઝ થનારી વેબસીરીઝ મેન્ટલહૂડમાં મુખ્ય રોલ નિભાવી રહી છે. ડિજીટલ ડેબ્યુ પહેલા કરિશ્મા કપૂરે એવી વાત કરી નાખી જેને સાંભળીને તમે ચોંકી જશો. એક ઇન્ટરવ્યુમાં 24 વર્ષ પહેલા આવેલી ફિલ્મ રાજા હિન્દુસ્તાનીમાં આમિર ખાન સાથે કિસિંગ સીનને લઈને કેટલાક રાઝ ખોલ્યા છે.

કરિશ્માએ જણાવ્યું કે આમિર ખાન સાથે જ્યારે ફિલ્મ રાજા હિન્દુસ્તાની કરતી હતી ત્યારે તેની સાથે જોડાયેલી તેની એક એક વાત તેને ખુબજ સારી રીતે યાદ રહી ગઈ છે. કેમકે આ ફિલ્મ સાથે કિસિંગ સીન ખુબજ ચર્ચામાં રહ્યો હતો. કરીશ્માએ કહ્યું કે થરથર કાંપતી હતી જ્યારે આ સીન ફિલ્માવવામાં આવ્યો મારા હાથ પગ ઠંડા પડી ગયા હતા.

કરીશ્માએ કહ્યું કે આ સીન કર્યા પછી લોકો શું વિચારશે તે જ ડર તેને સતત સતાવી રહ્યો હતો. આ સીન જ્યારે ફિલ્માવવામાં આવ્યો ત્યારે ઉટીમાં ખુબજ ઠંડી હતી અને શૂટિંગ સવારે 6 વાગ્યે ફિલ્માવવામાં આવ્યુ હતુ અને ઠંડીમાં ઠુંઠવાઈ રહી હતી.

બોલિવૂડ અભિનેત્રી કરિશ્મા કપૂર 90ના દશકની ખુબજ આકર્ષક અભિનેત્રી હતી અને બોલ્ડ અભિનેત્રીની છાપ હતી. 90ના દશકમાં કરીશ્માનો ઇન્ડસ્ટ્રીઝમાં દબદબો હતો. કરિશ્માની ફિલ્મોને દર્શકો ખુબજ પસંદ કરે છે. 1996માં આવેલી ફિલ્મ રાજા હિન્દુસ્તાની ખુબજ સફળ રહી હતી. આ ફિલ્મ બ્લોકબ્લાસ્ટર સાબીત થઈ હતી, આ ફિલ્મને ધર્મેશ દર્શને ડિરેક્ટ કરી હતી.