સાવધાન: ૩૫ ટકા લોકોને ચાલતાં ચાલતાં લાગ્યો કોરોનાનો ચેપ

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

કોરોના વાયરસને લઈને ચિંતાજનક તથ્ય સામે આવ્યા છે. આ વાયરસ અત્યતં સરળતાથી એક વ્યકિતમાંથી બીજા વ્યકિતમાં ફેલાઈ રહ્યો છે. ચીનમાં થયેલા એક અભ્યાસ અનુસાર અંદાજે ૩૫ ટકા લોકો રસ્તા ઉપર ચાલતાં ચાલતાં વાયરસની ઝપટમાં આવી ગયા છે. આ લોકો ન તો કોઈ ઈન્ફેકટેડ દર્દીના સંપર્કમાં આવ્યા, ન તો ભીડવાળી જગ્યા કે કોઈ એવા સ્થાન ઉપર ગયા હતા યાં વાયરસ ફેલાયેલો હતો.

લાન્સેન્ટ ઈન્ફેકશન અનુસાર ચીનના વુહાન સ્થિત જિનયિંતાન અને યુનિયન હોસ્પિટલોમાં કોરોનાથી પીડિત ૮૧ દર્દીઓ ઉપર ૨૦ ડિસેમ્બરથી ૨૩ જાન્યુઆરી વચ્ચે અભ્યાસ કરવામાં આવ્યો હતો. દર્દીઓમાં ક્રી અને પુરુષ બન્ને સામેલ હતા જેની સરેરાશ વય ૪૯ વર્ષ હતી. અભ્યાસના પરિણામ અત્યતં ચોંકાવનારા નીકળ્યા હતા. તેમાં સૌથી વધુ ૩૮ ટકા એટલે કે ૩૧ દર્દી એવા હતા જે હુનાન સી-ફડ માર્કેટના નિયમિત સંપર્કમાં હતા. આ એ જ માર્કેટ છે યાંથી કોરોના વાયરસ ફેલાવાનું શરૂ થયાની આશંકા છે.

૧૯ ટકા એટલે કે ૧૫ દર્દી એવા હતા જે સ્વાસ્થ્ય કાર્યકરો હતા અને દર્દીઓની સારવારમાં સાવધાની ન રાખવાને કારણે કોરોનામાં સપડાયા હતા. નવ ટકા એટલે કે સાત ટકા દર્દી એવા હતા જે દર્દીના પરિવારના સભ્ય હતા અને સાથે રહેવાને કારણે કોરોનાની ઝપટે ચડી ગયા હતા. આ જ રીતે ૩૫ ટકા એટલે કે ૨૮ દર્દી એવા હતા જેનો ઉપરોકતમાંથી કોઈ રેકોર્ડ નહોતો. તેઓ ભીડભાડી જગ્યા પર નહોતા ગયા તેથી સ્પષ્ટ્ર છે કે આ દર્દી ચાલતાં ચાલતાં અથવા તો બસ, મેટ્રો, રેલ, હવાઈ યાત્રા કે પછી પોતાની નિયમિત દિનચર્યા દરમિયાન કોઈ એવા વ્યકિત પાસેથી પસાર થયા જે કોરોનાથી પીડિત હતો. શોધકર્તાઓ અનુસાર અભ્યાસ સાબિત કરે છે કે વાયરસ પીડિતની નજીક આવ્યા વગર પણ કોરોના વાયરસ થઈ શકે છે.