છેલ્લા ઘણા સમયથી ચર્ચાઓ હતી કે યશ બેંકને લઇને કોઇ ખરાબ સમાચાર સામે આવશે અને તેવું જ થયું, હવે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ યશ બેંકની કમિટી વિખેરી નાખી છે અને બેંકમાં વહીવટદારની નિમણુંક કરી દીધી છે, એક વ્યક્તિ મહિને માત્ર 50 હજાર રૂપિયા જ ઉપાડી શકશે, જેથી લાખો ગ્રાહકોએ મુશ્કેલીનો સામનો કરવો પડશે, જેના બેંક ખાતામાં લાખો રૂપિયા જમા હશે તે લોકોએ પણ 50 હજાર રૂપિયા જ મળશે, જો કે લગ્ન, મેડિકલ સારવાર અને વિદેશ ખર્ચની મર્યાદા 5 લાખ રૂપિયા રાખવામાં આવી છે, યશ બેંકે 2019ના અંતિમ ત્રિમાસીક ગાળામાં 629 કરોડ રૂપિયાની ખોટ કરી હતી.16 વર્ષ જૂની બેંકમાં એનપીએ પણ વધી ગઇ હતી.
આરબીઆઇની જાહેરાત પર યશ બેંકોના એટીએમ પર લોકોની લાઇનો લાગી હતી, લોકો પૈસા ઉપાડવા મોડી રાત સુધી લાઇનોમાં ઉભા જોવા મળ્યાં હતા, ભારતમાં 1000 શાખાઓ ધરાવતી યશ બેંકના દેવાળાની સ્થિતીથી અમેરિકન શેરબજારમાં કડાકો નોંધાયો હતો, ડાઉજોન્સ 950 પોઇન્ટ ઘટી ગયો હતો, ભારતીય શેરબજારમાં પણ 350 પોઇન્ટનો ઘટાડો થયો હતો, જો કે યશ બેંકને હવે એસબીઆઇ મદદ કરશે તેવા સમાચારને પગલે યશ બેંકનો શેર થોડો ઉંચકાયો હતો.