ચીનમાં કોરોના વાઈરસના નવા કેસ ઘટવા લાગ્યા, ફેક્ટરીઓ-કારખાના ફરી શરૂ થવા લાગ્યા

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

ચીનમાં કોરોના વાઈરસના નવા કેસનું પ્રમાણ ઘટવા લાગ્યું છે, દેશ ધીમે ધીમે પૂર્વવત બનવા જઈ રહ્યો છો. સત્તાવાળાઓ અને કારોબારીઓ સંખ્યાબંધ પગલા ભરી રહ્યા છે, સ્થાનિક સરકારો કામદારો માટે બસોની વ્યવસ્થા કરી રહી છે. કેટલીક કંપનીઓ તેમના કર્મચારીઓને રોગના ચેપથી બચાવવા સમગ્ર હોટેલોથી લઈ ઘરો ખરીદી રહ્યા છે. કોરોના વાઈરસના સંક્રમણનું પ્રમાણ ઘટવાને લીધે આશરે 30 કરોડ વિસ્થાપિત કામદારો તેમના કામકાજ પર પરત ફરી રહ્યા છે.

સરકાર સ્થાનિક અધિકારીઓને પૂરતા પ્રમાણમાં સાવચેતીના પગલા ભરવા સહાલ આપી છે, નવા કોરોના વાઈરસના વધુ ફેલાવાને અટકાવવા માટે શક્ય તમામ પદ્ધતિનો ઉપયોગ કરવા કહેવામાં આવ્યુ છે ત્યારે આર્થિક વૃદ્ધિના વાર્ષિક લક્ષ્યાંકોને હાંસલ કરવા પણ પગલા ભરવા કહેવામાં આવ્યું છે. ચીનનો પર્ચેઝીંગ મેનેજર્સ ઈન્ડેક્સ ફેબ્રુઆરી મહિનામાં નોંધપાત્ર પ્રમાણમાં ઘટીને 35.70 થયો છે,જે જાન્યુઆરીમાં 50 હતો. આ ઈન્ડેક્સ 100 પોઇન્ટનો માપ ધરાવે છે.