મહારાષ્ટ્રની જિલ્લા સેશન્સકોર્ટે ૨૬ નવેમ્બરના આતંકવાદી હુમલા પ્રકરણે પાકિસ્તાનના બે અધિકારીઓ સામે બિનજામીનપાત્ર વારન્ટ જારી કર્યું છે. જેમના નામે આ વોરન્ટ જારી કરાયા છે તેમાં મેજર અબ્દુલ રહેમાન પાશા અને મેજર ઈકબાલ છે. આ પ્રકરણે સરકારી સાક્ષી બનેલા અમેરિકામાં જન્મેલા લશ્કરે-તૈયબાના આતંકવાદી ડેેવિડ કોલમેન હેડલી પાસેથી મળેલી સૂચનાને આધારે સરકારી પક્ષનું માનવું છે કે મેજર પાશા સેવાનિવૃત્ત થઈ ગયા છે જ્યારે મેજર હવે પાકિસ્તાની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈ સાથે જોડાયા છે. પોલીસની ક્રાઈમ બ્રાંચ તરફથી રજૂ કરાયેલા આરોપપત્રમાં મેેજર પાશા અને મેજર ઈકબાલને વોન્ટેડ આરોપી તરીકે દર્શાવાયા છે. એડિશનલ સેશન્સ જજ એસ. વી. યારલાગડ્ડાએ આ સંબંધે વિશેષ સરકારી વકિલ ઉજ્જ્વલ નિકમ તરફથી રજૂ કરાયેલી અરજીને ૨૧ જાન્યુઆરીએ સ્વીકારવામાં આવી હતી.

