નવાબ મલિકને અણ્ણા હઝારેએ માનહાનિની નોટિસ ફટકારી

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

રાષ્ટ્રવાદી કોંગ્રેસના પ્રવક્તા નવાબ મલિકે સામાજિક કાર્યકતા અણ્ણા હજારે પૈસા લઈને ઉપવાસ કરતા હોવાનો આરોપ કર્યો હતો. આ નિવેદનને લઈને હજારેએ પોતાની બદનામી અને ફોજદારી કાર્યવાહીની કાયદેસરન નોટિસ મલિકને મોકલાવી છે. નવાબ મલિકે એક ન્યુઝ ચેનલના કાર્યક્રમમાં હજારે સંઘના એજન્ટ હોવાનો આરોપ કર્યો હતો.  ગુરુવારે સાંજે એનસીપીના નેતાને હજારેએ મુલાકાત પણ નકારી હતી. ત્યાર બાદ માજી નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે માફી માગી હતી. મલિકના વક્તવ્ય સાથે પક્ષને કોઈ લેવાદેવાનથી. આથી હજારેને મનદુખ થયું હોય તો દિલગીરી વ્યક્ત કરીએ છીએ, એમ અજિત પવારે જણાવ્યું હતું. નવાબ મલિકે આના પર કોઈ વક્તવ્ય આપ્યું નથી. આથી હજારેના વકિલ મિલિંદ પવારે મલિકને કાયદેસર નોટિસ મોકલાવી છે. નોટિસમાં તેમણે જણાવ્યું છે કે લોકપાલઅને લોકાયુક્તની નિયુક્તિનો કાયદો સંમત થવા છતાં તેની અમલબજાવણી નહીં થતાં વરિષ્ઠ સમાજસેવક અણ્ણા હજારે રાળેગણ સિદ્ધી ખાતે ૩૦ જાન્યુઆરી ૨૦૧૯થી બેમુદત ઉપવાસ માટેસંત યાદવબાબા મંદિરમાં બેઠા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *