આઇઓસીનો ચોખ્ખો નફો 91 ટકા ઘટ્યો

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

જાહેર ક્ષેત્રની કંપની ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (આઇઓસી)એ ક્રૂડ ઓઇલના ભાવ ઘટાડાને કારણે ફટકો પડતાં ડિસેમ્બર ક્વાર્ટરના ચોખ્ખા નફામાં 91 ટકાનો ઘટાડો નોંધાવ્યો છે. નાણાકીય વર્ષ 2018-19ના ત્રીજા ત્રિમાસિક સમયગાળામાં કંપનીએ રૂ. 716.82 કરોડનો નફો નોંધાવ્યો છે. વર્ષ અગાઉ સમાન સમયગાળામાં કંપનીએ રૂ. 7,883.22 કરોડના નોંધાવેલા નફા સામે 90.9 ટકાનો ઘટાડો દર્શાવે છે. જોકે, કંપનીનું ટર્નઓવર 1.6 લાખ કરોડના વધારા સાથે રૂ. 1.32 લાખ કરોડના સ્તરે પહોંચ્યું છે. ઓક્ટોબરના પ્રારંભિક સમયમાં ક્રૂડ ઓઇલના આંતરરાષ્ટ્રીય ભાવ ચાર વર્ષની ઊંચી સપાટીથી ગબડ્યાં હતાં. આને પરિણામે કંપનીને ઇન્વેન્ટરી લોસ થયું હતું. એપ્રિલ-ડિસેમ્બરના સમયગાળામાં એવરેજ ગ્રોસ રિફાઇનિંગ માર્જિન બેરલદીઠ ઘટીને 5.83 ડોલરના સ્તરે પહોંચ્યું હતું, જે વર્ષ અગાઉ બેરલદીઠ 8.28 ડોલરની સપાટીએ હતું.