લોકસભાની હાલની ચૂંટણીમાં સૌથી વધારે ઝંઝાવાતી પ્રચાર જો કોઈ કરી રહ્યુ હોય તો તે PM નરેન્દ્ર મોદી છે. NDAને બીજી વખત સત્તા પર પાછી લાવવા માટે પીએ મોદી કોઈ કસર છોડી રહ્યા નથી. તેમણે છેલ્લા 125 દિવસોમાં 200 સભાઓ કરી છે. તેઓ દેશના દરેક હિસ્સામાં જઈને લોકોને સંબોધન કરી ચુક્યા છે. PM મોદીના ટુર પ્રોગ્રામ અંગે તેમની પોતાની વેબસાઈટ પર જાણકારી ઉપલબ્ધ છે. આ દરમિયાનમાં તેમણે દિલ્હીમાં 30 કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. અને 14 કેબિનેટ મિટિંગ પણ એટેન્ડ કરી હતી. PM મોદીએ આ દરમિયાનમાં ખેડૂતોને નાણાકીય સહાય આપવાની અને શ્રમજીવીઓને પેન્શન આપવાની બે મહત્વકાંક્ષી યોજનાઓ પણ લોન્ચ કરી છે.

