શ્રીલંકન સેના પ્રમુખનું કહેવું છે કે, ઇસ્ટર સન-ડે પર શ્રીલંકામાં થયેલા આત્મઘાતી હુમલામાં પોતાને ઉડાવી દેનારા હુમલાખોરો ખાસ પ્રકારની તાલીમ અથવા અન્ય વિદેશી સંગઠનો સાથે સંબંધો મજબૂત કરવા માટે કાશ્મીર અથવા કેરળ ગયા હતા. આ પહેલીવાર છે જ્યારે કોઇ શ્રીલંકાના ટોચના સુરક્ષા અધિકારીએ પુષ્ટી કરી કે આતંકવાદીઓએ ભારતની મુલાકાત કરી હતી.
તેમણે કહ્યું કે, તેઓ ભારત ગયા હતા, તે કાશ્મીર, બેંગલુરુ ગયા હતા, તેઓ કેરળ ગયા હતા. અમારી પાસે આ જાણકારી ઉપલબ્ધ થઇ છે. તેમણે કહ્યું કે, કોઇને કોઇ પ્રકારની તાલીમ અથવા દેશ બહાર અન્ય સંગઠનો સાથે સંબંધો મજબૂત કરી રહ્યાં હતા. આ આતંકી હુમલાની જવાબદારી ISએ લીધી છે પરંતુ સરકાર સ્થાનિક ઇસ્લામિક સંગઠન નેશનલ તૌહીદ જમાતને જવાબદાર ઠેરવી રહી છે.

