દક્ષિણ આફ્રિકાને 11 વર્ષ પછી ફૉલોઓન કરી ભારતે ઘરઆંગણે સતત 11મી ટેસ્ટ સિરીઝ જીતી

ખેલ-જગત મુખ્ય સમાચાર

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ચાલી રહેલી ટેસ્ટ સિરીઝની બીજી મૅચમાં વિજય મેળવી ભારત સિરીઝ જીતી ગયું છે.

ભારતનો આ મૅચમાં ઇનિંગ અને 137 રનથી વિજય થયો છે.

ભારતે પહેલી ઇનિંગમાં પાંચ વિકેટે 601 રન બનાવીને પોતાની દાવ કર્યો હતો. દક્ષિણ આફ્રિકાની ટીમ પહેલી ઇનિંગ્સમાં માત્ર 275 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી.

દક્ષિણ આફ્રિકાની ટીમ ફૉલોઓન થતા ફરી બેટિંગ કરવા માટે મેદાનમાં ઉતરી હતી. બીજી ઇનિંગ્સમાં દક્ષિણ આફ્રિકાની ટીમ 189 રન બનાવીને ઓલઆઉટ થઈ હતી.

ભારત તરફથી ઉમેશ યાદવ અને જાડેજાએ ત્રણ-ત્રણ વિકેટ ઝડપી હતી. અશ્વિને બે વિકેટ લીધી હતી. જ્યારે ઇશાંત શર્મા અને મોહમ્મદ શમીએ એક એક વિકેટ લીધી હતી.

ભારત તરફથી પહેલી ઇનિંગમાં વિરાટ કોહલીએ 254* રન અને મયંક અગ્રવાલે 108 રન બનાવ્યા હતા. જ્યારે રવીનદ્ર જાડેજાએ 91 રન બનાવ્યા હતા. આ ઉપરાંત ચેતેશ્વર પુજારાએ 58 રન અને અજિંક્યા રહાણેએ 59 રન કર્યા હતા.

કૅપ્ટન વિરાટ કોહલીને મૅન ઑફ ધ મૅચ જાહેર કરાયા છે.

પહેલી ઇનિંગમાં દક્ષિણ આફ્રિકાના બૉલર રબાડાએ 30 ઓવરમાં 93 રન આપીને ત્રણ વિકેટ લીધી હતી. જ્યારે મહારાજાએ 50 ઓવરમાં 196 આપીને એક વિકેટ લીધી હતી. એસ મુથુસ્વામીએ 19.3 ઓવરમાં 97 રન આપીને એક વિકેટ લીધી હતી.

દક્ષિણ આફ્રિકાની ટીમ પહેલી ઇનિંગમાં 275 રન બનાવીને ઓલઆઉટ થઈ હતી.

દક્ષિણ આફ્રિકાની ટીમમાંથી દસમાં ક્રમે બેટિંગ કરવા ઉતરેલાં મહારાજે 72 રન અને ફિલાન્ડરે અણનમ 44 રન કર્યા હતા.

તે બેઉની 109 રનની ભાગીદારીએ દક્ષિણ આફ્રિકાને 275 રન બનાવવામાં મદદ કરી હતી. કેપ્ટન ફાફ ડુપ્લેસિસે 64 રન કર્યા હતા.

દક્ષિણ આફ્રિકાની ટીમના પહેલાં પાંચમાંથી ચાર બેટ્સમેન એક અંકના સ્કોરમાં આઉટ થયા હતા.

પહેલી ઇનિંગમાં ભારતના ઑફસ્પિનર રવીચંદ્રન અશ્વિને 28.4 ઓવરમાં 69 રન આપીને 4 વિકેટ લીધી હતી. ઉમેશ યાદવે ત્રણ, મોહમ્મદ શમીએ બે અને જાડેજાએ એક વિકેટ લીધી હતી.