ઇરાન અને અમેરિકાની વચ્ચે સ્થિતિ વધુ તંગ બની રહી છે. હવે ઇરાને ખુલ્લેઆમ યુદ્ધની પણ ધમકી આપી દીધી છે. ઇરાને કહ્યુ છે કે અમેરિકા ઇરાનને બદનામ કરવાનું બંધ કરે, સાઉદી અરેબિયા પર જે ડ્રોન હુમલો થયો તેમાં અમારે કઇ જ લેવાદેવા નથી. તેમ છતા અમેરિકા અમારા પર જુઠા આરોપો લગાવી રહ્યું છે. અમે અમેરિકા સાથે યુદ્ધ થાય તો તેના માટે પણ તૈયાર છીએ.
આ પહેલા અમેરિકાએ આરોપ લગાવ્યો હતો કે ઇરાનના સમર્થનથી જ યમનના બળવાખોરોએ સાઉદી અરેબિયા પર ડ્રોન હુમલા કર્યા છે. એક બાદ એક 10 ડ્રોન હુમલા થયા જેમાં સાઉદી અરેબિયાને કરોડો રૂપિયાનું નુકસાન થયુ છે. હાલ સ્થિતિ એવી છે કે ઇરાન અને યમન એક થઇ ગયા છે જ્યારે સાઉદી અરેબિયાને અમેરિકાનું સમર્થન મળી રહ્યું છે. આ સિૃથતિ વચ્ચે હવે ઇરાન અને અમેરિકા ખુલ્લેઆમ એકબીજાની સામે યુદ્ધ કરવા ઉતાવળા થઇ રહ્યા છે.
ઇરાનના વિદેશ પ્રધાન અબ્બાસ મૌસવીએ જણાવ્યું હતું કે દરેકને ખ્યાલ છે કે અમેરિકાના એરક્રાફ્ટ અને તેના બેઝ હાલ ઇરાનની બે હજાર કિમીની અંદર છે. અમારી મિસાઇલો છે તેની રેંજની અંદર છે. એટલે કે ઇરાને સીધી અમેરિકાને યુદ્ધની ધમકી આપી દીધી હતી. ઇરાને કહ્યું હતું કે અમેરિકાના બેઝ અને એરક્રાફ્ટ અમારી મિસાઇલની રેંજમાં છે, એટલે કે અમે હુમલા માટે મિસાઇલોને પણ તૈયાર કરી લીધી છે. આ સિૃથતિ વચ્ચે ઇરાને ખુલ્લેઆમ અમેરિકાને યુદ્ધની ધમકી પણ આપી દીધી છે. હાલ સિૃથતિ એવી છે કે ઇરાનને યમન જેવા દેશોનું સમર્થન છે, જ્યારે બીજી તરફ સાઉદી અરેબિયા જેવા મોટા ગલ્ફ દેશો અમેરિકાની સાથે છે.
અમેરિકા આ સિૃથતિનો લાભ ઉઠાવી રહ્યું છે અને સાઉદી અરેબિયા અને ઇરાન વચ્ચેની સિૃથતિને વધુ તંગદીલ બને તે પ્રકારના નિવેદનો કરવા લાગ્યું છે. અમેરિકાએ જણાવ્યું છે કે સાઉદીમાં ઇરાન જ હુમલા કરાવી રહ્યું છે, જ્યારે સાઉદી અરેબિયાએ પણ આ વાતનો સ્વીકાર કર્યો હતો અને ઇરાન પર આરોપો લગાવ્યા હતા. તેથી ઇરાન માત્ર અમેરિકા જ નહીં સાઉદી અરેબિયાની સાથે પણ યુદ્ધ કરવાની સ્થિતિમાં મુકાઇ શકે છે.