ગુજરાતમાં રોજીરોટી માટે આવેલા પરપ્રાંતના મજૂરોને રાય સરકારે તેમના વતન જવા માટેની વ્યવસ્થા કરી છે. જેના ભાગપે રાજસ્થાનના ૨૩૦૦ મજૂરોને મોકલી આપવામાં આવ્યા છે, યારે બીજા રાયો સાથે ગુજરાતની ચર્ચા ચાલી રહી છે. સરકારના આ પગલાંથી રાયની ઇકોનોમીને મોટી અસર થવાની સંભાવના એટલા માટે છે કે યારે નોર્મલ પરિસ્થિતિ થશે ત્યારે ગુજરાતના વિવિધ સેકટરોમાં મજૂરોના અભાવે ઉત્પાદનને મોટી અસર થશે.
ભારતમાં લોકડાઉનની જાહેરાત સાથે ટોળાબંધીમાં પરપ્રાંતના મજૂરો તેમના વતન ચાલતા નિકળી પડાં હતા. તેમને દહેશત હતી કે કામ નહીં હોય તો ગુજરાન કેવી રીતે ચલાવવું. સરકારને ખબર પડતાં તેમના માટે વાહનોની વ્યવસ્થા કરી હતી. આવી ઘટનાઓમાં સંક્રમણ વધવાની શકયતા હોવાથી કેન્દ્રના આદેશ પ્રમાણે આશ્રયસ્થાનોમાં રાયના મજૂરોને રહેવા અને જમવાની વ્યવસ્થા ગુજરાત સરકારે શ કરી હતી પરંતુ હવે આ મજૂરોને તેમના વતન મોકલવા માટેની કાર્યવાહી શ કરવામાં આવી છે.
આશ્રયસ્થાનોમાં રહેતા મજૂરોની લાગણી હતી કે તેમને તેમના વતન જવું છે તેથી રાય સરકારે રાજસ્થાનના ૨૩૦૦ મજૂરોને એકસાથે વતન મોકલવા માટે એસટી બસની સુવિધા કરી આપતાં તેઓ તેમના વતન જવા નિકળી ગયા છે. આવી જ રીતે ગુજરાતમાં કામ કરતા અન્ય રાયોના મજૂરોને પણ તેમની ઇચ્છા પ્રમાણે તેમના વતન મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
રાજસ્થાન સરકાર સાથે થયેલી ચર્ચા પ્રમાણે આ મજૂરોને મોકલી આપવામાં આવ્યા છે. રાયના શ્રમ અને રોજગાર વિભાગના અધિક મુખ્ય સચિવ વિપુલ મિત્રાએ કહ્યું હતું કે અમે મજૂરોને જવા માટે એસટી બસોની સુવિધા આપી છે. ગુજરાતમાં આ મજૂરો પી ૫૬૦ બનાસકાંઠામાં, ૩૦૦થી વધુ વલસાડ, ૨૮૫ અરવલ્લીમાં અને ૨૨૮ વડોદરામાં હતા. આ મજૂરો બસમાં બેસે તે પહેલાં ડોકટરોની ટીમ દ્રારા તેમની તપાસ કરાવવામાં આવી હતી.
કેન્દ્ર સરકારે લોકડાઉનની જાહેરાત કર્યા પછી ગુજરાત સરકારે પરપ્રાંતના મજૂરો માટે રાયભરમાં ૨૩૫ આશ્રયસ્થાનો બનાવ્યા હતા જેમાં ૯૨૦૦ મજૂરોને આશ્રય આપવામાં આવ્યો હતો. ગયા સાહમાં મધ્યપ્રદેશના ૨૩૦૦ મજૂરોને મોકલ્યા બાદ સોમવારે રાજસ્થાનના મજૂરોને મોકલી દેવામાં આવ્યા છે. મહત્વની બાબત એવી છે કે વતનમાં ગયેલા મજૂરોને ગુજરાતમાં પાછા બોલાવતી વખતે ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડે તેમ છે, કેમ કે આ મજૂરો દિવાળી પહેલાં પાછા આવે તેવી સંભાવના નથી

