દેશના કેટલાક રાજ્યોમાં સાંબેલાધાર વરસાદ થઈ રહ્યો છે અને પૂરનો શિકાર બન્યા છે. ત્યારે દેશના કેટલાક એવા રાજ્યો પણ છે જ્યાં હજુ સુધી વાવણીલાયક વરસાદ પણ થયો નથી. પરંતુ ભારતીય હવામાન વિભાગ (IMD)એ 48 કલાક દરમ્યાન રાજસ્થાન, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા, તામિલનાડુ અને કેરળમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે.
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, અગામી 10થી 12 દિવસમાં દેશના મોટાભાગના વિસ્તારમાં સામાન્યથી ભારે વરસાદ વરસી શકે છે. તો, દેશના કેટલાક વિસ્તારમાં થોડા જ કલાકોમાં ભારે વરસાદ પડી શકે છે. તમને જણાવી દઈએ કે, દેશભરમાં 1 જૂનથી 24 જુલાઈ સુધી સામાન્યથી 19 ટકા ઓછો વરસાદ થયો છે. મધ્યભારતમાં સૌથી ઓછો વરસાદ થયો છે.
હવામાન વિભાગ પ્રમાણે, નોર્થ ઈન્ડીયા, વેસ્ટર્ન હિમાલયન વિસ્તાર અને પશ્ચિમી ભારતમાં ભારેથી અતીભારે વરસાદ થવાની સંભાવના છે. જેમાં મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, યૂપી, ઝારખંડ, બિહાર, રાજસ્થાન, દિલ્હી, હરિયાણા, પંજાબ, ઉત્તરાખંડ, હિમાચલ, જમ્મૂ કાશ્મીર અને ગુજરાત સૌથી વધારે અસર થશે. 1થી 7 ઓગષ્ટ વચ્ચે મધ્ય ભારત સિવાય કેરળ, કર્ણાટક, તામિલનાડુ, જમ્મુ કાશ્મીર, લક્ષદ્વીપ અને અંડમાનમાં સારો વરસાદ થવાનું અનુમાન છે. આ સિવાય દેશના અન્ય ભાગોમાં પણ વરસાદ થઈ શકે છે.
તેવી જ રીતે ચોમાસુ પશ્ચિમ બંગાળ અને ઉત્તર ભારતની આસપાસના વિસ્તારોમાં એક સાઈક્લોનિક સર્ક્યુલેશન બન્યું છે, જે મિડ-ટ્રોપોસ્ફેરિક લેવલ સુધી ફેલાયું છે. જેને લઈ ફશ્ચિમ બંગાળ અને આસપાસના વિસ્તારોમાં ઓછા દબાણનું ક્ષેત્ર બની ગયું છે.
એક સાઈક્લોનિક સર્ક્યુલેશન પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને આસપાસના વિસ્તારોમાં બન્યું છે. બીજી બાજુ વેસ્ટર્ન ડિસ્ટર્બેંસની પણ અસર ચોમાસા પર પડી રહી છે, જેથી અગામી દિવસોમાં જોરદાર વરસાદ થવાના સંકેત છે.

