દેવામાં ડૂબેલા અને ગબડતી અર્થવ્યવસ્થાનો માર સહન કરી રહેલા પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય સ્તરે વધુ એક આંચકો લાગ્યો છે. હવે અહેવાલ છે કે પાકિસ્તાનને ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) દ્વારા મળનારા રાહત પેકેજમાં વિલંબ થઈ શકે છે. તેનું કારણ જણાવવામાં આવી રહ્યું છે વૈશ્વિક ઋણદાતા CPEC પરિયોજના પર પારદર્શિતા વધારવા માટે દબાણ કરી રહ્યું છે અને ઇસ્લામાબાદથી લેખિતમાં ગેરન્ટી ઈચ્છે છે કે તેમના તરફથી આપવામાં આવતી સહાયતાનો ઉપયોગ ચીનની લોન ચૂકવવા માટે ન કરવામાં આવે. એક મીડિયા રિપોર્ટના હવાલાથી આ જાણકારી સામે આવી છે. પાકિસ્તાન ઇન્ટરનેશનલ મોનેટરી ફંડથી 8 અરબ અમેરિકન ડોલરની માંગ કરી રહ્યું છે, જેથી તે ખુદને ચૂકવણી સંતુલનની સ્થિતિથી બચી શકે જે દેશની અર્થવ્યવસ્થાને મુશ્કેલીમાં મૂકી શકે છે. ચીનની મદદથી પાકિસ્તાનને અત્યાર સુધી ચાલુના નાણાકિય વર્ષ એટલે કે 2019-2020 દરમિયાન મિત્ર દેશોથી નાણાકીય સહાયતા પેકેજોમાં કુલ 9.1 બિલિયન અમેરિકન ડોલર મળ્યા છે. પાકિસ્તાનના નાણા મંત્રી અસદ ઉમરે આ પહેલા આ મહિને કહ્યું હતું કે IMFનું એક દળ વિશ્વ બેંકની સાથે ગ્રીષ્મકાલીન બેઠક બાદ તરત જ અહીં આવવાનું છે. તેઓએ કહ્યું હતું કે એપ્રિલ મહિનાના અંત સુધી રાહત પેકેજ પર હસ્તાક્ષર થઈ જશે. સૂત્રોએ જણાવ્યું કે, હવે IMFનું દળ એપ્રિલને બદલે મે મહિનામાં અહીં આવી શકે છે. પાકિસ્તાનના અખબાર ડોને ઓફિશિયલ સૂત્રોનો હવાલાથી જાણકારી આપી છે કે રાહત પેકેજને અંતિમ રૂપ આપવા માટે અહીં આવનારા IMF દળના આવવાની યોજના ટળી શકે છે. બંને પક્ષ કરારની શરતો પર ચર્ચા કરી રહ્યા છે.

