મુંબઈ : ધારાસભ્યોના રાજીનામાનો વિરોદ્ધ કરનાર યુથ કોંગ્રેસ કાર્યકર્તાની ધરપકડ

મુખ્ય સમાચાર રાજકીય

મહારાષ્ટ્ર યુથ કોંગ્રેસ વાઇસ પ્રેસિડેન્ટ સૂરજ સિંહ ઠાકુરની ધરપકડ કરવામાં આવી છે. મુંબઇની સોફિટલ હોટલની બહાર વિરોદ્ધ પ્રદર્શન કરી રહેલા સૂરજ સિંહ ઠાકુર સહિત ઘણા કોંગ્રેસ કોર્યકર્તાની ઘરપકડ કરવામાં આવી છે. યૂથ કોંગ્રેસ કાર્યકર્તા કર્ણાટકના કોંગ્રેસ ધારાસભ્યો પાસે રાજીનામુ પાછું લેવાની માગ કરતા હતા.

ઉલ્લેખનીય છે કે, કર્ણાટકમાં કોંગ્રેસ-જેડીએસના 13 ધારાસભ્યોના રાજીનામા બાદ કુમારસ્વામીની સરકાર પર સંકટ છવાય ગયું છે. એક બાજુ કોંગ્રેસ નારાજ ધારાસભ્યોને મનાવવા માટે પ્રયત્નો કરી રહીં છે તો બીજી બાજુ ભાજપ પર ધારાસભ્યોને તોડવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે.

કર્ણાટકની પરિસ્થિતિને સુધારવા માટે મલ્લિકાર્જુન ખડગે બેંગ્લોર પહોંચી ગયા છે. ખડગેએ આરોપ લગાવ્યો કે, ભાજપ કર્ણાટકની સરકારને તોડવાનું કાર્ય કરે છે. જોકે, ભાજપએ આ આરોપને ફગાવી દીધો છે.