યૌન ઉત્પીડ઼નના આરોપ પર ચીફ જસ્ટિસ રંજન ગોગોઇને ક્લિનચીટ

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

યૌન ઉત્પીડ઼નના આરોપમાં ઘેરાયેલા સુપ્રીમ કોર્ટે ચીફ જસ્ટીસ રંજન ગોગોઇની તપાસ કરી રહેલી ત્રણ સભ્યોની કમિટિએ ક્લિનચીટ આપી દીધી છે. સુપ્રીમ કોર્ટના ત્રણ જજોની આ હાઉસ કમિટિએ આ મામલે કહ્યું કે, તેઓ તે નિર્ણય પર પહોંચ્યા છે કે, ચીફ જસ્ટીસ રંજન ગોગોઇ પર જે આરોપો લાગ્યા છે તે આધારવિહોણા છે.

જસ્ટીસ એસએ બોબડેની અધ્યક્ષતાવાળી ત્રણ જજોની કમિટિએ યૌન ઉત્પીડ઼નની ફરિયાદને ફગાવી દીધી. જસ્ટીસ બોબડે સિવાય સુપ્રીમ કોર્ટે આ હાઉસ કમિટિમાં જસ્ટિસ ઇંદુ મલ્હોત્રા અને જસ્ટિસ ઇંદિરા બેનર્જી બે અન્ય સભ્ય છે. કમિટિએ પોતાનો રિપોર્ટ સબમિટ કરી દીધો છે. આ રિપોર્ટ CJI સિવાય સિનિયર જજોને સોંપ્યો છે.