લોકસભાની ચૂંટણીના પાંચમાં તબક્કાનુ મતદાન આજે પૂર્ણ થયું છે. આ તબક્કામાં 7 રાજ્યોની 51 લોકસભાની સીટો પર 62.56% મતદાન નોંધાયું છે. જેમાં પશ્ચિમ બંગાળમાં સૌથી વધુ 74% મતદાન થયું છે. જ્યારે અન્ય રાજ્યો પર નજર નાખીએ તો રાજસ્થાનમાં 59%, મધ્યપ્રદેશમાં 63%, ઝારખંડમાં પણ 63%થી વધુ મતદાન થયું છે.
લોકસભાની ચૂંટણીના ચાર તબક્કા પૂર્ણ થઇ ગયા છે, જ્યારે સોમવારે પાંચમાં તબક્કા માટે મતદાન શરૂ થઇ ગયું છે. પાંચમાં તબક્કામાં લોકસભાની 51 બેઠકો પર મતદાન યોજાશે. જેમાં કેટલાક દિગ્ગજ નેતાઓ જેમ કે કેન્દ્રીય પ્રધાન રાજનાથસિંહ, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, સ્મૃતિ ઇરાનીની બેઠકો પર પણ મતદાન છે.

