બાંગ્લાદેશ: હિન્દુ પુજારીની હત્યાના કેસમાં આરોપી ચાર આતંકીઓને ફાંસીની સજા

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

બાંગ્લાદેશમાં પ્રતિબંધિત ઇસ્લામિક આતંકી સંગઠન જમાત ઉલ મુજાહિદીન બાંગ્લાદેશ સાથે જોડાયેલા ચાર વ્યક્તિઓને હિન્દુ પુજારીની હત્યાના કેસમાં ફાંસીની સજા સંભળાવવામાં આવી છે. આ ચારે વ્યક્તિને હિન્દુ પુજારી જગનેશ્વર રોયી હત્યાના કેસમાં આરોપી ઠેરવતા સજા ફટકારવામાં આવી હતી. 

રાજશાહીના ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચાલી રહેલી સુનવણી દરમિયાન ચારે આરોપીઓને સજા ફટકારવામાં આવી હતી. 

ઉલ્લેખનીય છે કે 50 વર્ષીય જગનેશ્વર રોય સોનાપોટા ગામના સંત ગૌરિયા મંદિરના પ્રમુખ મહંત હતા. 21 ફેબ્રુઆરી 2016માં કેટલાક હથિયારધારી લોકોએ તેમનું ગળુ કાપી નિર્મમ હત્યા કરી હતી. આ દરમિયાન તેમના એક શિષ્ય ગોપાલ ચંદ્ર રોયને પણ ગોળી મારવામાં આવી હતી.