શાહઆલમ હિંસા કેસમાં ક્રાઈમ બ્રાન્ચે વધુ 15 આરોપીની ધરપકડ કરી છે. આ સાથે અત્યાર સુધી કુલ 64 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. હિંસા પહેલા ત્રણ અલગ-અલગ જગ્યાએ ત્રણ બેઠક યોજાઈ હતી. પોલીસે રેલી માટે મંજૂરી ન આપતા લોકોને હિંસા કરવા માટે ઉશ્કેરવામાં આવ્યા હતા.
ધરપકડ કરાયેલા 15 આરોપીના નામ
1. અશફાક
2. મોહમદ શરીફ
3. મુન્ના
4. પરવીનબાનુ
5. મુફીસ અહેમદ અંસારી
6. એજાજ રંગરેજ
7. બાબુભાઈ
8. મોહમદ સલમાન
9. સરફરાજ અજમેરી
10. મસ્તાન
11. ફિરોઝખાન પઠાણ
12. બબલુ મોહમદ
13. મુબસીર મોહમદ
14. રિઝવાન અંસારી
15. ખલીલ શેખ
MS વોટ્સએપ ગ્રુપ હોવાનું સામે આવ્યું
શાહઆલમમાં થયેલી હિંસા એક ષડયંત્ર હતું. 18 ડિસેમ્બરે રાતે ધાર્મિક સ્થળ પર શહેઝાદખાન પઠાણ અને મુફીસ અંસારીએ ત્રણ અલગ અલગ જગ્યાએ ત્રણ મિટીંગ કરી હતી. બાદમાં MS નામનું એક વોટ્સએપ ગ્રૂપ બનાવવામાં આવ્યું હતું. ગ્રુપના માધ્યમથી અલગ-અલગ વિસ્તારમાંથી લોકોને ભેગા કરવામાં આવ્યા હતા. સ્થાનિક કરતા ચંડોળાના બાંગ્લાદેશીઓની ભીડ ભેગી કરવામાં આવી હતી. મોટા પ્રમાણમાં પથ્થર લાવવામાં આવ્યા હતા. રેલી દરમિયાન જ્યારે પોલીસે લોકોને ડિટેઇન કર્યા ત્યારે આ વોટ્સએપમાં મેસેજો કરવામાં આવ્યો હતો.

