નિયંત્રણ રેખા પર સીઝફાયરનું ઉલ્લંઘન, ભારતની વળતી કાર્યવાહીમાં 2 પાકિસ્તાની સૈનિક ઠાર

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

પાકિસ્તાની સેનાએ શનિવારે જમ્મૂ-કાશ્મીરમાં સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું. રાજૌરી જિલ્લાના કેરી બટાલ અને સુંદરબની સેક્ટરમાં LoC પર પાકિસ્તાન તરફથી મોર્ટાર છોડવામાં આવ્યા હતા. રક્ષામંત્રાલયના સૂત્રો પ્રમાણે ભારતીય સેનાએ પણ આ ફાયરિંગનો જડબાતોડ જવાબ આપ્યો હતો. વળતી કાર્યવાહીમાં પાકિસ્તાનના બે સૈનિક ઠાર થયા હતા.

પીઓકે સ્થિત નીલમ ઘાટીની ચોકીઓમાંથી શુક્રવારે રાત્રે પણ ભારતીય સીમામાં ફાયરિંગ થયું હતું. ત્યારબાદ અખનૂર સેક્ટરમાંથી પણ બન્ને પક્ષે ગોળીબાર થયો હતો જેમાં પાકિસ્તાનને ભારે નુકસાન થયું છે.

ઈમરાન ખાને કહ્યું- અમને ભારતથી ખતરો
બોર્ડર પર આર્મીની વળતી કાર્યવાહી બાદ પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને કહ્યું છે કે તેમને ભારતથી ખતરો છે. ઈમરાને સેના પ્રમુખ જનરલ બિપિન રાવતના નિવેદનનો હવાલો આપીને ફરી કાશ્મીર રાગ આલાપ્યો હતો.