પૂર્વાયોજિત હિંસાથી સળગ્યું શહેર, 3 વિસ્તારોમાંથી લોકો પલાયન કરી રહ્યાં છે, મહિલાઓએ મસ્જિદમાં શરણ લીધી

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

ઉત્તરપ્રદેશના કાનપુરમાં શનિવારે પણ આગચંપીની ઘટનાઓ સામે આવી હતી. નાગરિકતા કાયદાના વિરોધમાં શુક્રવારે પણ શહેરમાં હિંસા થઇ હતી. 1992ના રમખાણો બાદ કાનપુરની આબોહવામાં ટેન્શન છે. સ્થાનિકો આ હિંસાને પૂર્વાયોજિત કાવતરૂ ગણાવી રહ્યાં છે. બાબૂપુરવા, મુંશીપુરવા, બેગમપુરવામાં સુરક્ષાદળો ચુસ્ત છે. મોટાભાગના ઘરોમાં તાળા લટકે છે. અહીંથી લોકો નજીકના સંબંધી અને પરિચિતોના ઘરે ડેરો નાખવા પહોંચી ગયા છે. મહિલાઓ સુરક્ષા માટે નવી મસ્જિદમાં પહોંચી છે.

ભાસ્કરની ટીમ સૌથી પહેલા હિંસાથી પ્રભાવિત બેગમપુરવા પહોંચી. અહીં શુક્રવારે નમાજ બાદ પોલીસ પર પથ્થરમારો થયો હતો. પેટ્રોલ બોમ્બ અને એસિડ બોમ્બ ફેંકવામાં આવ્યા હતા. ચાર રોડ પોલીસ ચોકીથી ઈદગાહ સુધી 300 મીટરના અંતર સુધી ઘણી જગ્યાઓ પર તૂટેલા કાંચના ટૂકડાં મળ્યા. 4 બાઇક સળગેલી હાલતમાં પડી છે. આ વાહનો પોલીસના છે એવું કહેવામાં આવ્યું. શનિવારે આ વિસ્તારમાં 100થી વધુ પોલીસકર્મીઓની ડ્યૂટી લાગી હતી. તેમાં એસએસબી, સિવિલ પોલીસ અને પીએસબીના જવાન છે.

બેગમપુરવામાં મહેનત-મજૂરી કરતા પરિવાર
બેગમપુરવામાં લોકો વચ્ચે પોલીસનો ખૌફ જોવા મળ્યો. મહિલાઓનું કહેવું છે કે રાત્રે જ્યારે પોલીસ આવી તો તેમની સાથે કોઇ મહિલા પોલીસ ન હતી. તેઓ બાળકો અને વડીલોને લઇ ગયા. હવે અમે લોકો મસ્જિદના મેદાનમાં એકઠાં થઇ રહ્યા છીએ. જે બેગમપુરવામાં હિંસા થઇ ત્યાં મોટાભાગના પરિવાર રોજ કમાઇને ખાવા વાળા છે. કોઇ રેકડી ચલાવે છે તો કોઇ રિક્શા. અમુક લોકો ફળની દુકાન લગાવનારા છે અને મજૂરી કરનારા પણ છે.

પોસ્ટમોર્ટમ હાઉસ: સૈફનો ભાઇ બોલ્યો- પોલીસે ગોળી મારી
હિંસક પ્રદર્શન દરમિયાન ગોળીનો શિકાર થયેલા સૈફ(25)નું શનિવારે પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું. સ્થાનિક નેતા પરિવારને સાંત્વના આપવા માટે પોસ્ટમોર્ટમ હાઉસ પહોંચ્યા. અહીં સૈફના મોટા ભાઇએ કહ્યું, ”અમે કાલથી કહી રહ્યા છીએ કે અમારા ભાઇને પોલીસે ગોળી મારી છે. હજુ તેની ઉંમર શું હતી ? અમ્મી રડી રડીને ગાંડી થઇ રહી છે. બધા અમને ખોટા સમજે છે. ” અહીં ફરી હિંસા ન ભડકે તેના માટે હૈલેટ હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડથી પોસ્ટમોર્ટમ હાઉસ સુધી બુલેટપ્રુફ જેકેટ પહેરેલા લગભગ 200 પોલીસ કર્મચારી તૈનાત છે.

વડીલો બોલ્ચા- છોકરાઓએ નારા લગાવ્યા, પોલીસે લાઠીઓ મારી
બેગમપુરવામાં એક વડીલ જણાવે છે કે શુક્રવારે ઈદગાહમાં નમાજ ખતમ થઇ તો લોકોએ નાગરિકતા સંશોધન કાયદાનો વિરોધ કરવા માટે 300 મીટર દૂર ચાર રોડ પોલીસ ચોકી સુધી સરઘસ કાઢવાની વાત કહી. પોલીસે મનાઇ કરી દીધી. ત્યારબાદ અમુક લોકોએ નારા લગાવ્યા તો પોલીસે લાઠીચાર્જ કરી દીધો. છોકરાઓએ પથ્થરમારો શરુ કર્યો અને ત્યારબાદ પરિસ્થિતિ બગડી ગઇ.

પોલીસનો તર્ક- ભીડ હિંસા કરી રહી હતી તેથી લાઠીચાર્જ કર્યો
સીઓ બાબૂપુરવા મનોજ ગુપ્તાએ કહ્યું- શહેરમાં 144 કલમ લાગી છે. કોઇને સરઘસ કાઢવાની મંજૂરી નથી પરંતુ ભીડે હિંસા શરુ કરી તો પોલીસને લાઠીચાર્જ કરવો પડ્યો હતો. અત્યાર સુધી 39 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

ભીડની ધમાલ બાદ પોલીસ એક્શનમાં આવી
બાબૂપુરવા, બેગમપુરવામાં 3 કલાક સુધી હિંસા ચાલી. ત્યારબાદ 5.30 વાગ્યા બાદ પોલીસે આ વિસ્તારમાં તાંડવ કર્યું. સાક્ષીઓએ નામ ન જણાવવાની શરત પર કહ્યું કે રાત્રે 10 વાગ્યા સુધી પોલીસ ઘરોમાં ઘુસી ઘુસીને લોકોને પકડીને લઇ ગઇ. દુકાનો તોડી નાખવામાં આવી. ઘરની સામે ઉભેલા વાહનોને તોડી નાખ્યાં. જેમના ઘરોમાં લાકડીના દરવાજા છે તેમને તોડવામાં આવ્યા. અહીં અનવર જણાવે છે કે તેમના ઘરના દરવાજાને બંદૂકની બટથી તોડવામાં આવ્યા. મારા ભાણેજને ઉઠાવીને લઇ ગયા. ઈનાયત અલીએ તેના મેજિક વાહનનો તૂટેલો કાંચ દેખાડીને કહ્યું કે અમે તો ધમાલમાં સામેલ પણ ન હતા. ઘરની સામે ઉભેલી ગાડી તોડી નાખી. હવે માણસ ક્યાંથી ગાડી ખરીદશે.

ઈદગાહ મેદાનમાં દીકરીના નિકાહ હતા, કોઇ પહોંચ્યું નહીં
શુક્રવારે ઓર્ડિનન્સ ફેક્ટરીમાં કામ કરનાર જમાલુદ્દીનની દીકરીના નિકાહ ઈદગાહ મેદાનમાં થવાના હતા. બધી તૈયારીઓ થઇ ચૂકી હતી. મંડપ બંધાઇ ગયા હતા. ભોજન આવી ગયું હતું પરંતુ ધમાલ બાદ નિકાહમાં કોઇ મહેમાન પહોંચ્યા નહીં. અહીં જે સંબંધી ઉપસ્થિત હતા તેઓ પણ જલદી નિકળી ગયા. જોકે બન્ને પક્ષોમાંથી અમુક લોકોએ એક મસ્જિદમાં નિકાહ પઢાવી દીધા હતા.

એક્સપર્ટની સલાહ- પોલીસમાં સમન્વયની કમી અને સૂચનાતંત્ર ફેલ થવાથી હિંસા
ઉત્તરપ્રદેશમાં નાગરિકતા કાયદાના વિરોધમાં હિંસાની ઘટનાઓ લગાતાર સામે આવી રહી છે. વરિષ્ઠ પત્રકાર સમીરાત્મજ મિશ્રા કહે છે કે લખનૌથી લઇને દર એ જિલ્લામાં પોલીસ ફેલ રહી જ્યાં હિંસા થઇ. મિશ્ર કહે છે કે લોકલ ઇન્ટેલિજન્સ સંપૂર્ણ રીતે ફેલ રહ્યું. જ્યારે કાનપુર શહેરના પત્રકારોને ખબર હતી કે જુમાની નમાજ બાદ પ્રદર્શન થશે તો પોલીસને આ કેમ ખબર ન પડી ? જ્યાં ઉપદ્રવ થયા ત્યાં પોલીસ સંખ્યાની કમી રહી. જ્યારે હિંસા થઇ ગઇ ત્યારે વધારાની ફોર્સ મોકલવામાં આવી. તેના કારણે જ અહીં ધમાલ કરનારા તોફાન કરતા રહ્યા. પોલીસમાં સમન્વયની કમી રહી. ડીએમ અને એસપી વધારાની પોલીસ ફોર્સ સાથે સાંજે 5 વાગ્યે બાબૂપુરવા પહોંચ્યા જ્યાં સૌથી વધારે ધમાલ થઇ. પોલીસને એ પણ ખબર ન પડી કે જુમાની નમાજ બાદ સરઘસ પણ નિકળશે. ઘણી જગ્યાએ સરઘસ રોક્યું નહીં ત્યાં પણ ધમાલ થઇ અને જ્યાં રોક્યું ત્યાં પણ ધમાલ થઇ હતી.

પહેલાથી હિંસાની તૈયારી હતી ?
સ્થાનિક પત્રકારોનું માનવું છે કે શુક્રવારે જે રીતે તોફાન થયું તે 1992ના રમખાણોમાં દેખાયું હતું. હિંસા દરમિયાન ઉપદ્રવીઓએ પથ્થર, પેટ્રોલ બોમ્બ અને એસિડ બોમ્બનો ઉપયોગ કર્યો. આ બધુ પ્રિ પ્લાન્ડ એક્શનનો પાર્ટ લાગે છે. સ્થાનિકોનું માનવું છે કે અમુક બહારના તત્વો પણ કાનપુરમાં ઘુસેલા છે. તેનો અંદાઝો ત્યારે થયો જ્યારે અમુક તોફાની તત્વો ચહેરો ઢાંકીને પથ્થરો ફેંકતા જોવા મળ્યા. લોકોને ભડકાવવામાં આવ્યા હતા. પોલીસની કડકાઇ બાદ પણ સરઘસ કાઢવા માટે એકજૂટ થયા હતા. જેમણે પીસ કમિટીના આડ હેઠળ ઉગ્ર ન થવાનું આશ્વાસન આપ્યું હતું, તેઓ પણ તેમને રોકવામાં અસફળ રહ્યા.

જુમાની નમાજ બાદ હિંસા થઇ હતી
શુક્રવારે જુમાની નમાજ બાદ કાનપુરના ઘણા વિસ્તારોમાં CAAના વિરોધમાં દેખાવ અને હિંસા પણ થઇ. સૌથી વધુ ઉગ્ર પ્રદર્શન બાબૂપુરવામાં થયું. અહીં ફાયરિંગમાં સૈફ અને મુંશીપુરવાના રહેવાસી આફતાબ આલમની વિરોધ પ્રદર્શન દરમિયાન ગોળી લાગવાથી મૃત્યુ થઇ હતી. આ દરમિયાન 13 લોકો ઘાયલ થયા છે જેમનો ઇલાજ ચાલુ છે.