શેર બજાર પર કોરોનાનો પ્રકોપ યથાવત: સેન્સેક્સમાં 2000નો પ્રચંડ કડાકો

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

દુનિયાભરના શેર બજારો પર કોરોના વાયરસનો પ્રકોપ આજે પણ યથાવત્ રહ્યો છે. જેના કારણે સોમવારે ભારતીય બજાર ખુલવાની સાથે જ સેન્સેક્સમાં પ્રચંડ કડાકો જોવા મળ્યો છે. બોમ્બે સ્ટોર એક્સચેન્જનો સેન્સેક્સ લગભગ 1000 પોઈન્ટના કડાકા સાથે 33,103.24 પોઈન્ટ પર ખુલ્યું હતું. આ રીતે જ નેશનલ સ્ટોક એક્સચેન્જની નિફ્ટી પણ 9,587.80 પર ખુલી હતી. થોડા જ સમયમાં સેન્સેક્સ 2000 પોઈન્ટ જ્યારે નિફ્ટી 563 પોઈન્ટ તૂટી છે.

સવારે 9.34 વાગ્યે સેન્સેક્સ 2036 પોઈન્ટ તૂટીને 32,067.53 પોઈન્ટ સુધી પહોંચી ગયો હતો. જ્યારે નિફ્ટી 518 પોઈન્ટ તૂટીને 9,437.00 પર પહોંચી ગઈ હતું. કોરોના વાયરસના કારણે સમગ્ર દુનિયાના શેરબજાર પર ગંભીર અસર પડી છે. અમેરિકન બજારોની તેજી અને ફેડરલ બેંકના વ્યાજ દરોના ઘટાડો થવા છતા પણ સેન્સેક્સમાં કોઈ જ સુધારો જોવા મળ્યો નથી. કોરોના વાયરસના વધતા જતા સંક્રમણના ભયના કારણે ભારતીય બજારોમાં જબરજસ્ત અસર જોવા મળી રહી છે.