સમગ્ર વિશ્વમાં તાળાબંધી : 24 કલાકમાં ઇટાલીમાં રેકોર્ડબ્રેક 368નાં મોતથી હાહાકાર

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

સમગ્ર વિશ્વ દિવસે ને દિવસે કોરોના વાઇરસના ભરડામાં વધુ ને વધુ જકડાઈ રહ્યું છે. ચીન પછી કોરોનાનું એપી સેન્ટર બનેલા ઈટાલીમાં કોરોનાના કારણે 1,441 લોકોનાં મોત નીપજ્યાં છે જ્યારે સ્પેનમાં છેલ્લા 24 ક્લાકમાં 100 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 291 થઈ ગયો છે. વિશ્વના 134 દેશો કોરોનાની ઝપેટમાં આવી ગયા છે.

સમગ્ર વિશ્વમાં સરકારી તંત્રો કોરોનાનો પ્રસાર અટકાવવા માટે પગલાં લઈ રહ્યા છે, જેના ભાગરૂપે રવિવારે મોટાભાગના દેશોમાં લોકડાઉન, કર્ફ્યુ અને પ્રવાસ પર પ્રતિબંધો મૂકવાના આદેશો અપાયા હતા. સમગ્ર વિશ્વમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 6,000થી વધુ થયો છે જ્યારે કુલ 1,62,392 કેસ નોંધાયા છે.

સમગ્ર વિશ્વમાં મોટાભાગના દેશોની સરકારોએ ક્યાંક લોકડાઉનના તો ક્યાંક કર્ફ્યુના આદેશો આપ્યા છે. ક્યાંક નાગરિકોના પ્રવાસો પર પ્રતિબંધ મૂકી દેવાયા છે. સૈનિકો દેશોની સરહદો તો પોલીસ રાજ્યોની સરહદો બંધ કરી રહ્યા છે.

જોકે, કોરોના વાઈરસના ઉત્પત્તિ સૃથાન ચીન સિવાય સૌથી ગંભીર પરિસિૃથતિ યુરોપની છે. ચીનની બહાર યુરોપમાં ઈટાલી અને હવે સ્પેન કોરોનાના એપી સેન્ટર બન્યા છે. સ્પેનમાં રવિવારે કોરોના વાઈરસના 2,000થી વધુ નવા કેસોની પુષ્ટી થઈ હતી. યુરોપમાં ઈટાલી પછી સ્પેન કોરોના વાઈરસથી સૌથી વધુ પ્રભાવિત દેશ છે. 

સ્પેન દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ દેશમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા 7,753 થઈ ગઈ છે, જેમાંથી 291 લોકોના મોત નીપજ્યાં છે. સિૃથતિની ગંભીરતા જોતાં સરકારે સમગ્ર દેશને લોકડાઉન સિૃથતિમાં મૂકી દીધો છે. લોકોને કામ પર જવા, દવા આૃથવા સામાન ખરીદવા સિવાય ઘરની બહાર નીકળવા પર પ્રતિબંધ મૂકી દેવાયો છે. 

સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝનાં પત્નીને કોરોના

કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડોનાં પત્ની પછી હવે સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝનાં પત્ની બેગોના ગોમેઝને પણ કોવિડ-19નો ચેપ લાગ્યો હોવાનું જણાયું છે. સ્પેને શનિવારે મોડી રાતે આ જાહેરાત કરી હતી. આ સમાચાર સાથે સાંચેઝે સમગ્ર દેશમાં પ્રતિબંધોની જાહેરાત કરી હતી. સાંચેઝની કેબિનેટના બે મંત્રીઓ પણ કોરોનાની ઝપેટમાં આવી ચૂક્યા છે. જોકે, કેબિનેટના અન્ય મંત્રીઓના ટેસ્ટ નેગેટિવ આવ્યા છે.

ઈરાનમાં 724 લોકોએ જીવ ગુમાવ્યા

બીજીબાજુ ઈરાનમાં કોરોના વાઈરસથી એક જ દિવસમાં 113 લોકોના મોત થયા હતા. કોરોનાથી પ્રભાવિત ઈરાનમાં એક જ દિવસમાં આટલા બધા મોત થયાનો આ પહેલો કિસ્સો છે. આ મોત સાથે ઈરાનમાં કુલ મૃત્યુઆંક 724 થઈ ગયો છે. કોરોના વાઈરસના વધતા કેસોના પગલે ઈસ્લામના ત્રીજા સૌથી પવિત્ર સૃથળ મસ્જિદ અલ અક્સાને બંધ કરી દેવાઈ છે.

ઈટાલીમાં માત્ર ભોજન માટે બહાર નીકળવા મંજૂરી

ઈટાલીમાં બધી જ સ્કૂલો, યુનિવર્સિટીઓ, હોટેલો બંધ કરી દેવાઈ છે. લોકોને માત્ર ભોજન અને દવાઓ ખરીદવા જ ઘરમાંથી બહાર નીકળવા મંજૂરી અપાય છે. ઈટાલીમાં એક જ દિવસમાં સૌથી વધુ 368 લોકો મૃત્યુ પામતા હાહાકાર મચી ગયો છે. જેના કારણે કુલ મૃત્યુઆંક 1809થી પણ વધી ગયો છે  અને કુલ કેસોની સંખ્યા 24,747  થઈ ગઈ છે. ચીન પછી ઈટાલી કોરોનાથી સૌથી વધુ અસરગ્રસ્ત દેશ છે. ઈટાલીમાં કોરોનાનો પ્રસાર વધવાનું કારણ લોકોની બેદરકારી છે. રાષ્ટ્રીય સ્તરે તાળાબંધીની સિૃથતિ છતાં લોકો મેળાવડાઓમાં ભાગ લઈ રહ્યા હોવાનો તંત્રે દાવો કર્યો હતો.

ફિલિપાઈન્સમાં મેળાવડાઓ પર પ્રતિબંધ

ફિલિપાઈન્સમાં રવિવારે મેળાવડા, ફિલ્મો અને મરઘાંઓની લડાઈ સહિતના કાર્યક્રમો પર પ્રતિબંધ મૂકી દેવાયા છે. મેટ્રોપોલીસમાં મોટાભાગની સરકારી ઓફિસો એક મહિના માટે બંધ કરી દેવાઈ છે.

બ્રિટનમાં 21 લોકોના મોત

બ્રિટનમાં કોરોનાએ 21 લોકોનો ભોગ લીધો છે જ્યારે 1,140 લોકોને ઝપટમાં લીધા છે. બ્રિટનમાં કોરોનાના જોખમને ધ્યાનમાં રાખતાં રાણી એલિઝાબેથ-2ને બકિંગહામ પેલેસમાંથી વિન્ડ્સર કેસલ ખસેડવામાં આવ્યા છે. રાણી ઉપરાંત પ્રિન્સ ફિલિપને પણ આગામી સપ્તાહમાં નોરફોકમાં સેન્ડ્રિગહામ એસ્ટેટમાં ક્વોરેન્ટાઈનમાં મુકવામાં આવે તેવી સંભાવના છે.

દરમિયાન દુનિયામાં કોઈ નવજાત બાળકને કોરોના થયો હોવાનો પહેલો કિસ્સો નોંધાયો છે. બ્રિટનમાં એક નવજાતને ન્યુમોનિયા થયો હોવાનું માતાને લાગ્યું હતું. હોસ્પિટલમાં તપાસ દરમિયાન તેને કોરોના હોવાનું જણાયું હતું. હવે માતા અને બાળકની અલગ અલગ  હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. દરમિયાન અમેરિકામાં કોરોનાથી 60થી વધુના મોત નીપજ્યાં છે. 

બીજીબાજુ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો કોરોના ટેસ્ટ નેગેટીવ આવ્યો છે તેમ વ્હાઈટ હાઉસે જણાવ્યુ ંહતું. 73 વર્ષીય ટ્રમ્પે શુક્રવારે રાત્રે કોરોના વાઇરસનો ટેસ્ટ કરાવ્યો હતો. ટ્રમ્પ બ્રાઝિલના નેતાઓને મળ્યા પછી તેમના ટેસ્ટની માગ થવા લાગી હતી. ટ્રમ્પ સાથે મુલાકાત કરનારા બ્રાઝિલના બે નેતાઓના કોરોના ટેસ્ટ પોઝીટીવ આવ્યા હતા.