અમદાવાદને ગુજરાતની આર્થિક રાજધાની ગણવામાં આવે છે અમદાવાદ રેલવે સ્ટેશન પરથી લાંબા અંતરની ટ્રેનો દોડતી હોય છે શહેરની મધ્યમાં આવેલા કાલુપુર વિસ્તારમાં રેલવેનું મુખ્ય જંકશન છે.
અહીંથી જ તમામ ગાડીઓની અવર-જવર થાય છે અહીં કુલ ૧૨ પ્લેટફોર્મ આવેલા છે જેમાં એક નંબરના પ્લેટફોર્મ સૌથી મહત્ત્વનું છે દૂરના વિસ્તારોમાંથી આવતા મુસાફરોને કાલુપુર પહોંચતા ખુબજ ભારે ટ્રાફિકનો સામનો કરવો પડે છે અનેક વખત મુસાફરો ટ્રાફિકમાં ફસાઈ જતા હોય છે અને જેને કારણે ટ્રેન પણ છૂટી જતી હોય છે.
આવી સ્થિતિમાં જો મહત્વની ટ્રેનો પ્લેટફોર્મ નંબર એક પર થી દોડાવાતી હોય તો મુસાફરોની હાલાકી દૂર થઈ શકે છે પરંતુ ગુજરાતીઓને અન્યાય કરવા માટે અમદાવાદની vip ગણાતી ટ્રેનોને ફોન નંબર 1 પર થી દોઢ આવતી નથી જેમાં અમદાવાદથી મુંબઇ જતી ગુજરાત મેલ અને અમદાવાદથી દિલ્હી જતી રાજધાની એક્સપ્રેસ આ બંને ટ્રેનનો ખૂબ જ મહત્વની છે ગુજરાત મેલ ને પ્લેટફોર્મ નંબર 7 પરથી ક્યારે રાજધાનીને પ્લેટફોર્મ નંબર 10 પરથી દોડાવે છે.
જેને કારણે મુસાફરોને એ પ્લેટફોર્મ ઉપર પહોંચવા માટે રેલવેના બ્રિજ ચડીને જવું પડે છે આ બંને ટ્રેનોને પ્લેટફોર્મ નંબર એક પરથી દોડાવવાની અનેક વખત રજૂઆતો થયેલી છે તાજેતરમાં જ રેલ્વે જે કમિટી DRUCCની મીટીંગ મળી હતી જેમાં અમદાવાદના ડીઆરએમ દ્વારા એવી ખાતરી હતી કે કાલુપુરનું પ્લેટફોર્મ નંબર એક નું મેન્ટેનસ પૂરું થઈ જાય એટલે આ બંને ટ્રેનોને પ્લેટફોર્મ નંબર એક પર થી જ અપડાઉન કરવા દેવામાં આવશે.
હાલમાં મેન્ટેનન્સનું કામ ક્યારનું પૂરું થઈ ગયું છે આમ છતાં આ બંને ટ્રેનોને પ્લેટફોર્મ નંબર-1 પરથી દોડાવામાં આવતી નથી આ અંગે DRUCCના સભ્ય કશ્યપ વ્યાસ જણાવે છે કે ગુજરાતીઓને પરેશાન કરવા માટે જાણીજોઈને રેલવેના ઉચ્ચ અધિકારીઓ આવા ધંધા કરી રહ્યા છે.
વર્ષોથી ગુજરાત મેલ રાજધાની એક્સપ્રેસ સહિતની વીઆઇપી ગણાતી ટ્રેનોને પ્લેટફોર્મ નંબર-1 પરથી જ અપડાઉન કરતી હતી પરંતુ રેલવે સ્ટેશન પર વિવિધ પ્લેટફોર્મ પર બનેલા સ્ટોલના રાજકારણ અને તેના અંદર થતાં વહીવટોને કારણે પણ ઉચ્ચ અધિકારીઓ આંખ આડા કાન કરી રહ્યા છે.
હવે રેલવે અધિકારીઓ પ્લેટફોર્મ નંબર 1 પરથી આ બંને ટ્રેનજોડાવા અંગે એવું બહાનું કાઢે છે કે ઓપરેટિંગ મેન્ટેનન્સનો પ્રશ્ન આવે છે પીટ લાઈનને કારણે પ્લેટફોર્મ નંબર-1 પર થી આ બંને ટ્રેનોને તો લાવી શકાતી નથી હકીકતમાં યાર્ડમાં મેન્ટેનન્સ માટે પીટ લાઈન બનાવેલી હોવાથી કોઈ પ્રશ્ન જ નથી પરંતુ અધિકારીઓ ઇરાદાપૂર્વક ગુજરાતીઓને હેરાન કરવા માટે ખોટા બહાના કાઢી રહ્યા છે.

