ઉન્નાવ ગેંગરેપ કેસમાં દિલ્હીની તીસ હજારી કોર્ટે ભાજપના પૂર્વ ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગરને દોષીત જાહેર કર્યો છે. કોર્ટે સહ આરોપી મહિલા શશિ સિંહ નોકરી અપાવવાના બહાને પીડિતાને કુલદીપ સેંગર પાસે લઈ ગઈ હતી. ત્યારબાદ સેંગરે પીડિતા પર બળાત્કાર ગુજાર્યો હતો. સેંગરની સજા પર 19 ડિસેમ્બરના રોજ ચર્ચા થશે.
તીસ હજારી કોર્ટે તપાસ એજન્સી સીબીઆઈને ઠપકો આપતા કહ્યું કે, ગેંગરેપવાળા કેસમાં સીબીઆઈએ ચાર્જશીટ દાખલ કરવા માટે એક વર્ષનો સમય કેમ લગાવી દીધો? કોર્ટે કહ્યું કે પીડિતાએ પોતાનો અને પરિવારનો જીવ બચાવવા માટે આ કેસને મોડેથી રજિસ્ટર કરાવ્યો હતો. કોર્ટે કહ્યું કે અમે પીડિતાની મનોસ્થિતિ સમજીએ છીએ.
તીસ હજારી કોર્ટે ધારાસભ્ય કુલદીપ સેંગર અને શશિ સિંહને કલમ 120 B (ગુનાહિત કાવતરું), 363 (અપહરણ), 366 (સ્ત્રીનું અપહરણ અથવા લગ્ન માટે દબાણ કરવા માટે ત્રાસ આપવો), 376 (બળાત્કાર અને અન્ય સંબંધિત કલમો) અને POCSO અંતર્ગત દોષીત જાહેર કર્યા છે.

