એર ઈન્ડિયાને વેચવા નવેસરથી પ્લાનિંગ, સરકાર પોતાનો 100 ટકા હિસ્સો વેચવા તૈયાર

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

હજારો કરોડો રુપિયાની ખોટ ખાઈ રહેલી સરકારી એરલાઈન એર ઈન્ડિયાને વેચવા માટે સરકારે નવેસરથી વિચારણા શરુ કરી છે.

સરકારે જે નવી યોજના બનાવી છે તેમાં સરકારની એર ઈન્ડિયામાં રહેલી 100 ટકા હિસ્સેદારી વેચવા માટે પણ સરકારની તૈયારી હોવાનુ કહેવાઈ રહ્યુ છે.સરકારના સૂત્રોના કહેવા પ્રમાણે જો કોઈ કંપની એર ઈન્ડિયામાં 100 ટકા સ્ટેક ખરીદવા માંગતી હોય તો સરકારને વાંધો નથી.જોકે તેના પર નિર્ણય લેવાશે એ બાદ સરકાર તે અંગે જાહેરાત કરી શકે છે.

ગયા વર્ષે સરકારે એર ઈન્ડિયા વેચવાની કરેલી કોશિશ સફળ થઈ નહોતી.એ પછી સરકારે ફરી વખત એરલાઈન વેચવા માટે કાઢી છે.ગયા વર્ષે સરકારે એર ઈન્ડિયાનુ ડિસઈન્વેસ્ટમેન્ટ મોકૂફ રાખવા પાછળનુ કારણ ક્રુડ ઓઈલની કિંમતોમાં અસ્થિરતાનુ આપ્યુ હતુ.ગતા વર્ષે સરકારે જોકે 74 ટકા સુધીનો હિસ્સો વેચવાની ઓફર કરી હતી.આ કારણે જ કોઈ કંપની આગળ આવી નહી હોવાનુ કહેવાઈ રહ્યુ હતુ.

જોકે હવે સરકાર 100 ટકા હિસ્સો વેચવા માટે પણ તૈયાર હોવાનુ મનાય છે.સરકાર વર્તમાન નાણાકીય વર્ષમાં જ સોદો કરી દેવા માંગે છે.આ માટેનુ તમામ પેપર વર્ક પૂરુ કરી દેવાયુ છે.

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સિતારમને પણ એવિએશન સેક્ટરમાં વિદેશી રોકાણની મર્યાદા વધારવા માટેના સંકેતો આપ્યા હતા.હાલમાં આ મર્યાદા 49 ટકાની છે.