કુર્દિશ લડવૈયાઓ વિરુદ્ધ મોરચો ખોલનારા તુર્કીના રાષ્ટ્રપતિ રેશેપ તૈયબ એર્દોગને ફરીથી સીરિયા પર બોમ્બ વરસાવાની ફરી ધમકી આપી છે. એર્દોગને મંગળવારે ચેતાવણીભર્યા સૂરમાં કહ્યું કે જો સીરિયાથી કુર્દિશ લડવૈયાઓ સમયમર્યાદાની અંદર પાછા નહીં ખેંચે તો તેઓ ફરીથી સૈન્ય કાર્યવાહી કરવા તૈયાર છે.
યુએસ અને તુર્કી વચ્ચેના કરાર મુજબ કુર્દિશ લડવૈયાઓને 120 કલાકની અંદર રવાના થવા માટે કહેવામાં આવ્યું હતું. આ અંતિમ તારીખ મંગળવારે સમાપ્ત થાય છે. સિરિયાના ઉત્તર ભાગમાં કુર્દિશ પ્રજા (સુન્ની મુસ્લીમ) કહેવાતા દળોનો કબજો છે.
આ પછી યુ.એસ.એ આ મામલે દખલ કરી અને તુર્કીએ તેના લશ્કરી કાર્યવાહીને થોડા સમય માટે અટકાવી દીધી. આર્દોગન ટૂંક સમયમાં આ સંદર્ભમાં રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટિનને મળશે. સીરિયન રાષ્ટ્રપતિ બશર અલ-અસદને પુતિનનો ટેકો છે. યુએસ અને તુર્કી વચ્ચેના કરાર મુજબ કુર્દિશ લડવૈયાઓને 120 કલાકની અંદર રવાના થવા માટે કહેવામાં આવ્યું હતું.
તુર્કી દળોએ ભૂતકાળમાં ઉત્તરીય સીરિયામાં કુર્દિશ સંચાલિત વિસ્તારોમાં બોમ્બમારો કર્યો હતો, જેમાં બે ડઝનથી વધુ લોકો માર્યા ગયા હતા. આ પછી યુ.એસ.એ આ મામલે દખલ કરી અને તુર્કીએ તેના લશ્કરી કાર્યવાહીને થોડા સમય માટે અટકાવી દીધી. આર્દોગન ટૂંક સમયમાં આ સંદર્ભમાં રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટિનને મળશે. સીરિયન રાષ્ટ્રપતિ બશર અલ-અસદને પુતિનનો ટેકો છે.
રાજકીય અને ભૌગોલિક ગૂંચવાડો
આ પ્રાંત રાજકીય રીતે તો અશાંત છે, સાથે સાથે ભૌગોલિક રીતે પણ અતી ગૂંચવણભરી સ્થિતિ ધરાવે છે. સિરિયાનો ઉત્તર-પૂર્વ ભાગ કુર્દ પ્રજાની બહુમતિ ધરાવે છે. 2011માં જ્યારે વિવિધ આરબ રાષ્ટ્રોમાં ક્રાંતિની શરૂઆત થઈ ત્યારે સિરિયામાં પણ ક્રાંતિ આરંભાઈ હતી. સિરિયામાં બસર અલ અસદ સત્તા પર હતા. જેમની સામે ઘણા લોકોનો બહુ વિરોધ હતો. વિરોધ કરનારો એક વર્ગ કુર્દ લોકો હતા, જે સિરિયાની લઘુમતી પ્રજાતિ છે. 2011 પછી શરૂ થયેલા આંતરીક યુદ્ધનો લાભ લઈને કુર્દ પ્રજાએ આરબો સાથે મળીને સિરિયન ડેમોક્રેટિક ફોર્સ (એસડીએફ)ની સ્થાપના કરી નાખી. એ ફોર્સે સિરિયાનો ઉત્તર ભાગ કબજે લીધો. એ પ્રાંત સિરિયાનો હોવા છતાં ત્યાં સિરિયન સરકારનું નહીં, કુર્દ સત્તાધિશોનું રાજ ચાલે છે. 2011ની ક્રાંતિ પછી આખું સિરિયા ચાર ભાગમાં વહેંચાઈ ગયું છે અને ચાર અલગ અલગ સરકાર પોતપોતાના પ્રદેશ પર રાજ કરે છે.
સીરિયા-તુર્કી વચ્ચેનો વિવાદ શું છે?
આંતરીક યુદ્ધ શરૂ થયું એટલે સિરિયાની પ્રજાએ દેશ છોડી પલાયન કરવા માંડયુ. એમાંથી 36 લાખ જેટલા શરણાર્થીઓએ પડોશમાં આવેલા દેશ તુર્કીમાં ડેરા તંબુ તાણ્યા. તુર્કીએ વારંવાર તેની સામે વિરોધ નોંધાવ્યો હતો. પરંતુ આતંકી સંગઠન આઈસિસના ઉદય પછી અમેરિકાએ એસડીએફ સાથે મળીને એ વિસ્તારમાં લડત આપી હતી. તુર્કીએ એવો પ્રસ્તાવ રજૂ કર્યો હતો કે સિરિયાથી આવતા લાખો શરણાર્થીઓ માટે કુર્દના કબજાના સિરિયામાં 30 કિલોમીટરનો પહોળો પટ્ટો ફાળવી દેવામાં આવે. એટલે જે શરણાર્થીઓ તુર્કીમાં ભેગા થાય છે એ બધાને ત્યાં મોકલી શકાય. આ ડિમાન્ડ અત્યાર સુધી પૂરી થઈ શકતી ન હતી.
અમેરિકા હટયું, જંગ શરૂ થયો
અમેરિકામાં જ આંતરીક વિરોધ હોવા છતાં અમેરિકાએ નક્કી કર્યું કે કુર્દ પ્રાંતમાં જે સૈન્ય છે એ પાછું ખેંચી લેવું. એ નિર્ણયને કુર્દોએ અમેરિકા તરફથી થયેલો દગો ગણાવ્યો છે. બીજી તરફ અમેરિકાએ જગ્યા ખાલી કરી એટલે નબળા પડેલા કુર્દો પર આજે તુર્કીએ હવાઈ હુમલાનો આરંભ કરી દીધો હતો. આ હુમલામાં રાસ-અલ-એઈન શહેર અને આસપાસના વિસ્તારોમાં અનેક વિસ્ફોટો થયા છે. અલબત્ત, અમેરિકાનું સૈન્ય ત્યાંથી રવાના નથી થયું. હજુ એ વિસ્તારમાં અમેરિકાના 1000 જવાનો જ છે, પરંતુ અમેરિકાની પીછેહટની જાહેરાત પછી એ સૈનિકો જંગમાં ભાગ લેવાના નથી. બીજી તરફ 60,000 કુર્દિશ લડવૈયા છે જે પોતાની રીતે તુર્કીને જવાબ આપી રહ્યાં છે. તુર્કીના મતે કુર્દીશો આતંકવાદી છે.
અમેરિકાનું નુકસાન, રશિયાનો ફાયદો
અમેરિકા અહીંથી હટી જાય તો મધ્ય-પૂર્વના આ વિસ્તાર પર રહેલી અમેરિકાની પકડ પણ ઢીલી પડે. એ પછી ખાલી પડેલા પ્રાંત પર પ્રભાવ જમાવવા માટે રશિયા અને ઈરાન બન્ને ટાંપીને બેઠા છે. આ બન્ને દેશો અમેરિકાના વિરોધી છે. અમેરિકાની ગેરહાજરીમાં મધ્યપૂર્વમાં મહત્ત્વપૂર્ણ રોલ ભજવવાનો એ પૂરતો પ્રયાસ કરશે. અલબત્ત, અમેરિકી સંરક્ષણ વિભાગ અને અન્ય સુુરક્ષા નિષ્ણાતો એવુ માને છે કે બધા સૈનિકો હટાવી દેવા એ અમેરિકાના હિતમાં નથી. માટે ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના નિર્ણય પર ફેરવિચારણા કરી શકે છે. હાલ ટ્રમ્પે સૈનિકોને ત્યાં જ રહેવા કહી રાખ્યું છે.
કુર્દની તૈયારી
કુર્દ અને તુર્કીનો એકબીજા સામે વાંધો જૂનો છે. માટે કુર્દિશ ફોજે લડાઈની પૂરતી તૈયારી કરી રાખી છે. સરહદ ઉપર ટ્રેન્ચ (કેનાલ જેવુ બાંધકામ) કરી રાખ્યું છે, જેથી તુર્કીના ડ્રોન અને અન્ય કેમેરાની નજરમાં સૈનિકો આવી ન શકે. એ રીતે લડાઈની બીજી તૈયારી પણ કરી રાખી છે. કુર્દ પ્રજાની વસતી માત્ર સિરિયામાં નથી, તુર્કીમાં પણ છે. માટે સિરિયા અને તુર્કીના કુર્દો ભેગા થઈને પોતાનો અલગ પ્રાંત ન બનાવી નાખે તેનો તુર્કીને ડર છે. તુર્કીમાં સરકાર અકબંધ છે, માટે સિરિયાની જેમ કોઈ ચોક્કસ વિસ્તાર પર કુર્દો કબજો કરી શક્યા નથી. બીજી તરફ સિરિયામાં કુર્દો સાથે વર્ષોથી અન્યાય થતો હોવાની ફરિયાદો પણ વારંવાર ઉઠતી રહી છે.

