દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ, વલસાડ જિલ્લાના કપરાડા-ધરમપુરમાં ઠેર-ઠેર પાણી ભરાયા

ગુજરાત મુખ્ય સમાચાર

ગુજરાતમાં પણ ચોમાસુ આગળ વધી રહ્યું છે. સમગ્ર દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. ધોધમાર વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. આજે સવારથી વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. કપરાડા અને ધરમપુરમાં ભારે વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે. જ્યારે ડેમોમાં નવા નીરના પગલે ભરાવાનું શરૂ થઈ ગયું છે.

દક્ષિણ ગુજરાતમાં વરસાદ

દક્ષિણ ગુજરાતમાં વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે. જેમાં સૌથી વધુ વલસાડ જિલ્લાના કપરાડામાં ચાર કલાકમાં 4 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે ધરમપુરમાં ચાર કલાકમાં ત્રણ ઈંચ વરસાદ પડ્યો છે. વલસાડમાં જિલ્લામાં પારડીમાં 32 મિમિ, વલસાડમાં 27 મિમિ વરસાદ નોંધાયો છે. સુરત જિલ્લામાં કામરેજમાં 2 મિમિ અને માંગરોળમાં 15 મિમિ વરસાદ પડ્યો છે. જ્યારે ડાંગ જિલ્લાના વઘઈમાં 42 મિમિ અને સુબીરમાં 2 મિમિ વરસાદ નોંધાયો છે.