ભાવનગરમાં મહિલા બાળ કલ્યાણ પ્રધાન વિભાવરીબેન દવેએ લોકમેળાનું આયોજન કર્યુ. જેમાં વ્યવસ્થાને લઈ અફરાતફરી મચતાં સુરક્ષા એજન્સીઓમાં દોડધામ મચી હતી. લોકગાયક ગીતા રબારીના સ્ટેજ પર પબ્લિક ધસી આવતાં સ્થિતિ બેકાબૂ બની ગઈ હતી. જનરલ પબ્લિક માટે કરેલી વ્યવસ્થામાંથી લોકો વીઆઇપી જગ્યામાં બેસવા આવી જતાં પોલીસને ભીડને કાબૂમાં લેવા નાકે દમ આવી ગયો. ભીડને કાબૂમાં લેવા પોલીસ, ખાનગી સિક્યોરિટી, બાઉન્સરો દોડી આવ્યા હતા.

