વિવાદોમાં રહેનારી ગુજરાત યુનિવર્સિટી ફરી એક વાર પરિણામના છબરડાને મામલે ફરી એક વિવાદોમા ઘેરાઈ છે. સાયન્સ ડિપાર્ટમેંટના બી.એસ.સી સેમ-3 ના વિદ્યાર્થીના રિસલ્ટમાં છબરડો સામે આવ્યો છે.
પરીક્ષા દરમિયાન બેઠક નંબર 3386 અને જ્યારે પરિણામ આવે ત્યારે બેઠક નંબર 3886 આપવામાં આવ્યો છે. એટલે કે બંને નંબર અલગ અલગ અલગ આવવાવથી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને વારંવાર હેરાન થવું પડે છે.
જો કે આ બાબતે વિદ્યાર્થી નેતાઓ દ્વારા પણ આવેદન આપી રજૂઆત કરવાંમાં આવી છે મહત્વપૂર્ણ બાબત એ છે કે આવી અનેક ભૂલો યુનિવર્સિટીમા ભૂતકાળમાં પણ થયેલ છે પણ તંત્ર હજુ પણ સુસ્ત હાલત હોય તેમ લાગી રહ્યું છે.