નાગર વિમાનન મહાનિદેશાલયની સલાહ પછી દરેક ભારતીય એયરલાઈન્સને ઈરાનના પ્રભાવિત એયરસ્પેસથી વિમાન ન ઉડાડવાનો નિર્ણય લીધો છે. આ માટે રૂટ ફરીવાર નક્કી કરવામાં આવશે. ઈરાની સેનાના એક જનરલની અમેરીકાને ધમકી આપ્યા પછી આ નિર્ણય લેવામાં આવ્યો છે. ઈતિહાદ એરવેઝે આ પછી ઈરાની એરસ્પેસમાં હોમુર્જ અને ઓમાનની ખાડીની ઉપર ઑપરેટિંગ બંધ કરી દીધુ છે અને અબુ ધાબી અને ઘણા વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરશે. ઇતિહાદ એરવેઝે જણાવ્યું હતું કે યુનાઈટેડ અરબ જનરલ સિવિલ એવિએશન ઓથોરિટી અને અન્ય યુએઈ એરલાઇન્સ સાથે ઇરાનના એરસ્પેસમાં અમેરિકન એરક્રાફ્ટના પ્રવેશને રોકવા માટે યુ.એસ.ના નિર્ણય સાથે છીએ. ઈરાન તરફથી અમેરિકાના માનવરહિત ડ્રોનને માર્યા પછી બંને દેશો વચ્ચે તણાવ વધી રહ્યોં છે. આ ઘટના પછી અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે ઈરાને મોટી ભૂલ કરી છે. ઈરાને શનિવારે યુનાઇટેડ સ્ટેટ્સને ચેતવણી આપી હતી કે ઇસ્લામિક પ્રજાસત્તાક વિરુદ્ધની કોઈપણ કાર્યવાહીથી પ્રદેશમાં અમેરિકન હિતોને મોટો નુકસાન થશે અને તેના ગંભીર પરિણામો પણ આવશે. દક્ષિણ-પશ્ચિમ એશિયાના સશસ્ત્ર દળોના જનરલ સ્ટાફના પ્રવક્તા બ્રિગેડિયર જનરલ અબુલ ફઝલ શેકરચીએ કહ્યું, કે ‘જો એક પણ ગોળી ઈરાન પર ચાલી તો અમેરિકા અને તેના સહયોગીઓના હિતોંમાં આગ લાગી જશે.’
અમેરિકાએ શું કહ્યું – અમેરિકાએ શુક્રવારે કહ્યું હતું કે ઈરાનને લશ્કરી દળ સાથે કુટનીતિનો જવાબ આપવાનો અધિકાર નથી. યુ.એસ.નું નિવેદન ઈરાને અમેરિકન લશ્કરી ડ્રોનને પાડ્યાના એક દિવસ પછી આવ્યું હતું. ઇરાન માટે યુ.એસ.ના વિશિષ્ટ પ્રતિનિધિ, બ્રાયન હૂકે સાઉદી અરેબિયામાં પત્રકારોને જણાવ્યું હતું કે, ‘આપણી રાજનૈતિકતા ઇરાનને લશ્કરી દળ સાથે જવાબ આપવાનો અધિકાર આપતી નથી.

