દિલ્હીની એક હોસ્પિટલમાં ડૉક્ટરોએ તાંઝાનિયાના એક વ્યક્તિના પેટમાંથી 24 કિલોનું ટ્યુમર બહાર કાઢ્યુ હતુ. તાંઝાનિયાના એલાયસ જૉન જાવેના પેટમાં ડિસેમ્બર 2017થી દર્દ હતુ. ગયા વર્ષે તેને આની સર્જરી પોતાના દેશમાં કરાવી હતી, જે સફળ રહી ન હતી. 32 વર્ષનાં એલાયસ જૉને ભારતમાં સર્જરી સફળ થયા બાદ કહ્યુ હતુકે, તાંઝાનિયામાં સર્જરી કરાઈ, ડોક્ટરોએ લાંબો ચીરો મૂક્યો પરંતુ તેઓ સફળ થઈ શક્યા ન હતા. ત્યાર બાદ મે ઈન્ટરનેટમાં વાચ્યું હતુકે, આફ્રિકાના લોકો આ સર્જરી માટે ભારતમાં આવે છે. અને સંતુષ્ટ થઈને જાય છે. એટલે મે ભારતમાં આવવાનો નિર્ણય કર્યો હતો. એલાયસની સર્જરી સાલીમાર બાગના ફોર્ટિસ હોસ્પિટલમાં 31 મેએ થઈ હતી. ફોર્ટિસમાં ગેસટ્રોઈટેસ્ટિનલ ઓનક્લોજીના ડાયરેક્ટર ડૉક્ટર પ્રદીપ જૈને જમાવ્યુ હતુકે, ટ્યુમર બહુજ મોટુ હતું, દર્દીને જોઈને એવું લાગી રહ્યુ હતુકે, તેના પેટમાં બે બાળકો છે. એલાયસની સર્જરીમાં છ કલાકનો સમય લાગ્યો હતો. ઓપરેશન દરમ્યાન એલાયસનું લગભગ 4 લીટર લોહી વહ્યુ હતુ. જોકે, હોસ્પિટલે પહેલાંથી જ તેની વ્યવસ્થા કરી રાખી હતી. ડોક્ટરોએ જણાવ્યુ હતુકે, એલાયસ સ્વસ્થ થઈ ગયો છે અને તેજીથી સામાન્ય થઈ રહ્યો છે.

