CBSE ધોરણ-10નું 91.1% પરિણામ, 13 સ્ટુડન્ટને 499 માર્ક્સ, ટોપર્સમાં 7 દહેરાદૂનના

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

કેન્દ્રીય માધ્યમિક શિક્ષા બોર્ડ (CBSE) ધોરણ 10ના પરિણામોને લઈને સતત સ્ટુડન્ટ્સના સસ્પેન્સનો હવે અંત આવ્યો છે. બોર્ડ ની પોતાની ઓફિશિયલ વેબસાઇટ પર પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. પરીક્ષા આપનારા 91.1% સ્ટુડન્ટે પરીક્ષામાં ક્વોલિફાય કર્યું છે. પહેલા નંબર પર 13 સ્ટુડન્ટ છે, બીજા નંબરે 25 અને ત્રીજા નંબરે 59 સ્ટુડન્ટ્સ છે. 499 માર્ક્સ મેળવનારા 13 સ્ટુડન્ટ્સમાં સૌથી વધુ દહેરાદૂન રીજનના 7 સ્ટુડન્ટ્સ છે.

CBSE ધોરણ-10 પરિણામ

  • લખનઉમાં ઈશા શ્રીવાસ્તવે 99.6%ની સાથે ટોપ કર્યું છે. ઈદાનગર સી બ્લોક સ્થિત રાની લક્ષ્મીબાઈ સ્કૂલની સ્ટુડન્ટ છે ઈશા શ્રીવાસ્તવ
  • ગત વર્ષની તુલનામાં આ વર્ષે 5% વધુ સ્ટુડન્ટ પાસ થયા છે. પરંતુ વર્ષ 2017ની તુલનામાં આ વર્ષે પાસ થવાની ટકાવારી ઘટી ગઈ છે. 2017માં 93.06% સ્ટુડન્ટ પાસ થયા હતા.
  • સૌથી ઊંચું પરિણામ મેળવનારા ટોપ 3 રિજન : ત્રિવેન્દ્રમ 99.85%, ચેન્નઇ 99%, અજમેર 95.89%

CBSE દ્વારા પરિણામની જાહેરાત બોર્ડની સત્તાવાર વેબસાઇટ cbseresults.nic.in અથવા cbse.nic.in પરથી જાણી શકાશે. CBSE દ્વારા 10th બોર્ડની પરીક્ષા 2 ફેબ્રુઆરીથી 29 માર્ચ સુધી લેવામાં આવી હતી. આ પરીક્ષામાં સમગ્ર દેશમાંથી ધોરણ 18 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.

CBSE Class 10 results 2019: ઑફિશિયલ વેબસાઇટ પર પરિણામ મેળવો

  1. cbseresults.nic.in કે cbse.nic.in વેબસાઇટ ક્લિક કરો
  2. હોમપેજ પર જઈને ‘Class 10 Result 2019’ પર ક્લિક કરો
  3. રજિસ્ટ્રેશન નંબર, રોલ નંબર, એડમિટ કાર્ડની વિગતો ભરો
  4. સ્ક્રિન પર રિઝલ્ટ આવશે, તમે તેની પ્રિન્ટ પણ લઈ શકો છો.

બિંગ બ્રાઉઝર પર પરિણામ
માઇક્રોસોફ્ટના બિંગ બ્રાઉઝર પર પણ રિઝલ્ટ મેળવી શકાશે. તેના માટે બિંગ સર્ચ એન્જિન પર સીબીએસઈ 10th રિઝલ્ટ 2019 (CBSE 10th result 2019) સર્ચ કરો. સ્ક્રીન પર એક પૉપઅપ આવશે, જેમાં સ્ટુડન્ટ્સ પોતાનો રોલ નંબર, સ્કૂલ કોડ અને કેપ્ચા ભરીને રિઝલ્ટ જોઈ શકશે. ઉલ્લેખનીય છે કે માઇક્રોસોફ્ટ દ્વારા ધોરણ 12ના પરિણામ વખતે પણ આ સુવિધા આપવામાં આવી હતી.

આઈવીઆર સિસ્ટમ દ્વારા

આ સિસ્ટમ અનુસાર તમે ફોન કરીને પરિણામ મેળવી શકો છો. તમારે આ નંબર પર ફોન કરવાનો રહેશે. 011-24357276, 011-28127030 (એમટીએનએલ), 55530 (આઇડિયા), 54321223 (ટાટા ટેલિસર્વિસ) અને 54321202 (એરટેલ)

એસએમએસ દ્વારા

એસએમએસના માધ્યમથી પણ તમે રિઝલ્ટ જાણી શકશો તેના માટે તમારે cbse 10 (તમારો રોલ નંબર) લખી અને 52001 ( એમટીએનએલ) 57766 (બીએસએનએલ), 5800002 (એરસેલ), 55456068 (આઇડિયા) પર મેસેજ કરી શકો છો.