અમેરિકાના અલાબામા અને જ્યોર્જિયામાં ત્રાટકેલા ભયંકર વાવાઝોડાંએ કેર વર્તાવ્યો

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

અમેરિકાના અલબામા અને જ્યોર્જિયામાં ભયંકર વંટોળ ઉઠયો હતો. ૩૩૦ કિલોમીટર પ્રતિકલાકની ઝડપે ફૂંકાયેલી હવામાં ઘણાં લોકોને ઈજા થઈ હતી. કેટલાક ઘર તબાહ થઈ ગયા હતા અને કેટલાય મોબાઈલ હોમ્સ ભાંગીને ભૂક્કો થયાં હતા.

અમેરિકાના અલાબામા અને જ્યોર્જિયામાં ત્રાટકેલા ભયંકર વાવાઝોડાંએ કેર વર્તાવ્યો હતો. જેમાં ૨૩ લોકોના મોત થયા અને ૧૫ જેટલી ઈમારતો ધ્વસ્ત થઈ હતી. ૩૩૦ કિલોમીટર પ્રતિકલાકની ઝડપે ફૂંકાયેલી હવામાં કેટલાક મોબાઈલ હોમ્સ પડી ભાંગ્યા હતા. અસંખ્ય લોકોને આ વંટોળની અસર થઈ છે. અને આખા વિસ્તારમાં અંધારપટ થયો હતો, તે કારણે લગભગ ૪૦ હજાર લોકોએ અંધારામાં રાત વીતાવી હતી.

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વીટ કરીને અસરગ્રસ્ત લોકોને આશ્વાસન આપ્યું હતું. અલબામા ઉપરાંત જ્યોર્જિયા, ફ્લોરિડા અને સાઉથ કેરોલિનામાં એલર્ટ જારી કરવામાં આવ્યો હતો. જ્યોર્જિયામાં ૧૫ ઈમારતો ધ્વસ્ત થઈ ગઈ હતી. અસંખ્ય મોબાઈલ હોમ્સ ડેમેજ થયા હતા ને ઈજાગ્રસ્તોની સંખ્યા પણ સતત વધતી જતી હોવાનું સરકારી અધિકારએ જણાવ્યું હતું.

૨૫૫થી ૩૩૦ કિલમીટર પ્રતિકલાકની ઝડપે હવા ફૂંકાઈ હતી એ કારણે વૃક્ષો ધરાસાઈ થયા હતા. તોફાનની પહોળાઈ ૫૦૦ મીટર હતી અને કેટલાય કિમીની લંબાઈ હોવાના કારણે હજુ ય અસરગ્રસ્તોની સંખ્યા વધે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી.

સ્થાનિક તંત્રએ બચાવકામગીરી આરંભીને લોકોને સલામત સ્થળે ખસેડયા હતા. ધ્વસ્ત થયેલા મકાનોનો કાટમાળ ખસેડવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી, એ દરમિયાન મૃતદેહો મળવાનું શરૃ થયું હતું.