અમેરિકામાં પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાત બાદ પેન્ટાગને 670 કરોડ રૂપિયાના લશ્કરી વેચાણને મંજૂરી આપવાના નિર્ણય વિશે કોંગ્રેસને સૂચિત કર્યા. આનાથી પાકિસ્તાનના એફ-16 ફાઈટર પ્લેનના ઉપયોગ પર ચોવીસ કલાક નજર રાખી શકાશે.
અમેરિકી અધિકારીઓએ જણાવ્યુ કે પાકિસ્તાને આપેલી સુરક્ષા સહાયતા પર રોક લગાવવાનો ટ્રમ્પનો જાન્યુઆરી 2018નો આદેશ અત્યારે પણ લાગુ છે. પાકિસ્તાનમાં એફ-16 ફાઈટર પ્લેનના ઉપયોગ પર ચોવીસ કલાક નજર રાખવામાં મદદ મળશે કેમ કે આ અનુસાર એફ-16 કાર્યક્રમ પર નજર રાખવામાં મદદ કરવા માટે ત્યાં 60 ઠેકેદાર પ્રતિનિધિઓની જરૂર પડશે.
અમેરિકી વિદેશ મંત્રાલયના એક પ્રવક્તાએ કહ્યુ, સુરક્ષા સહાયતા પર રોક લગાવવાના ટ્રમ્પના જાન્યુઆરી 2018ના આદેશમાં કોઈ પરિવર્તન કરવામાં આવ્યુ નથી. જેમ કે રાષ્ટ્રપતિએ આ અઠવાડિયે ફરીથી કહ્યુ હતુ કે અમે અમારા સંબંધોને વ્યાપક સ્વરૂપે કેટલીક સુરક્ષા સહાયતા કાર્યક્રમ પુન:સ્થાપિત કરવા પર વિચાર કરી રહ્યા છે. તેમણે શુક્રવારે પેન્ટાગન દ્વારા આ સંબંધમાં મોકલવામાં આવેલી માહિતીનો ઉલ્લેખ કર્યો.

