હવામાન વિભાગે આગામી 24 કલાક માટે મહારાષ્ટ્ર અને ગુજરાત સહિત સમગ્ર પશ્ચિમ ભારતમાં ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં મુંબઈ અને ગોવા સહિત ગુજરાતમાં સૌરાષ્ટ્ર-કચ્છ સહિતના અનેક શહેરોમાં ભારે વરસાદ પડ્યો છે.
આજે 8 રાજ્યોના 50થી વધુ શહેરમાં જોરદાર વરસાદે જન-જીવ ખોરવી નાખ્યું છે. સૌથી વધુ અસર મહારાષ્ટ્રમાં જોવા મળી રહ્યો છે. અહીંયા 7 શહેરમાં મુસળધાર વરસાદના કારણે જન-જીવન અસ્ત વ્યસ્ત થઇ ગયું છે.
આ ઉપરાંત રાજસ્થાન, બિહાર, ઓડિશા અને પશ્ચિમ બંગાળના શહેરોમાં પણ વરસાદ સારો એવો મહેરબાન દેખાઇ રહ્યો છે. આ રાજ્યોના અમુક શહેરોમાં સવારથી જ વરસાદ શરૂ થઇ ગયો છે. જેમાં લોકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હાલ મહારાષ્ટ્ર, લક્ષદ્વીપ, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ અને ઓડિશા વગેરે રાજ્યોમાં વરસાદ પડી રહ્યો છે.
ઉત્તર ભારદતમાં મોડા આવનાર વરસાદે સારી એવી ગતી પકડી છે. રાજધાની દિલ્હી-એનસીઆર સહીત યુપી, પંજાબ, હરિયાણામાં પણ વરસાદની મહેરબાની જોવા મળે છે. હવામાન વિભાગે પહેલાં જ આગાહી કરી હતીં કે, 27 જુલાઇએ દેશના 8 રાજ્યોમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે.

