દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમમાં કારગિલ વિજય દિવસ સ્મારક સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજર રહ્યાં. આ કાર્યક્રમમાં તેઓ સંબોધન પણ કર્યું. જ્યારે કોઇ વડાપ્રધાન કારગિલ વિજય દિવસના અવસરે રાષ્ટ્રને સંબોધિત કરતા હોય તેવી આ પહેલીવાર બન્યું છે. અત્યાર સુધી કોઇ પણ વડાપ્રધાને કારગિલ વિજય દિવસ પર આયોજીત કોઇ જાહેર આયોજનમાં સામેલ થયા નથી.
અહીં વડાપ્રધાન મોદીએ કહ્યું કે, કારગિલ વિજયગાથા પેઢીઓને પ્રેરણા આપતી રહેશે. તેમણે કહ્યું, યુદ્ધ સરકાર નથી લડતી, યુદ્ધ સમગ્ર દેશ લડે છે. સરકાર આવતી જતી રહે છે પરંતુ જેઓ દેશ માટે મરવા જીવવાની પરવા નથી કરતા, તે અજર-અમર હોય છે. સૈનિકો આવનારા દિવસો માટે પોતાને મિટાવી દે છે. 2014માં વડાપ્રધાન બન્યા બાદ કારગિલ જવાનો મોકો મળ્યો હતો. પરંતુ જ્યારે કારગિલ યુદ્ધ જીત્યા હતાં ત્યારે પણ કારગિલ ગયો હતો.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, કારગિલમાં વિજય આપણાં દિકરા અને દિકરીઓની બહાદૂરીની જીત હતી. આ ભારતની શક્તિ અને ધેર્યની જીત હતી. હું 20 વર્ષ પહેલા કારગિલ ગયો હતો જ્યારે યુદ્ધ પોતાની ચરમ પર હતું, દુશ્મન ઊંચાઇ પર બેસીને પોતાનો ખેલ ખેલી રહ્યાં હતા. આપણાં જવાન મોતનો સામનો કરી રહ્યાં હતા. હજુ સુધી ત્રિરંગા લઇ જનારા આપણા જવાન સૌથી પહેલા ઘાટી સુધી પહોંચવા માંગતા હતા.
તેમણે કહ્યું કે, પાકિસ્તાન શરૂઆતથી જ કાશ્મીરને લઇને છળ કરતું રહ્યું છે 1948, 1965, 1971 તેણે તે જ કર્યુ પરંતુ 1999માં તેનું છળ પહેલાની જેમ ફરીવાર છળની છલણી કરી દેવામાં આવી. તેમણે કહ્યું કે, છેલ્લા પાંચ વર્ષોમાં સૈનિકો અને તેના પરિવારજનોના કલ્યાણ સાથે જોડાયેલા અનેક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા. આ વખતે સરકાર બનતા જ શહિદોના બાળકોની સ્કોલરશિપ વધારવાનો નિર્ણય કર્યો. આ સિવાય ‘નેશનલ વોર મેમોરિયલ’ પણ આજે આપણાં વીરોની ગાથાઓથી દેશને પ્રેરિત કરે છે.

