જ્યંતી ભાનુશાલી હત્યા કેસના મુખ્ય સૂત્રધાર છબીલ પટેલની ધરપકડ કર્યા બાદ પોલીસ તેને સાથે લઈને આજે કચ્છ આવી પહોંચી હતી. અહીં ભચાઉની કોર્ટમાં છબીલને રજૂ કરીને પોલીસે તેના ૧૪ દિવસના રિમાન્ડ માંગ્યા હતા જેમાં 10 દિવસના રિમાન્ડ મંજુર થયા છે હવે ૨૫ મીએ આગળની સુનાવણી હાથ ધરાશે. દરમ્યાન, સીટની પૂછપરછમાં એવી માહિતી બહાર આવી હતી કે, સુનિલ ભાનુશાલી દ્વારા કરાયેલ કેસ માં મનીષા ગોસ્વામી જ્યારે જેલમાં બંધ હતી ત્યારે છબીલ પટેલ તેને મળવા જેલમાં ગયા હતા. તો, અમેરિકા ના ન્યુજર્સી થી અમદાવાદ આવેલા છબીલ પટેલ પોતાના ત્રણ મોબાઈલ ફોન ત્યાં દીકરીને ઘેર અમેરિકા રાખી આવ્યા હોવાનું પણ પોલીસ તપાસમાં ખુલ્યું છે. જોકે, જેન્તી ભાનુશાલીની હત્યા કરાવ્યાની કબુલાત કરનાર છબીલને હત્યા માટે કચ્છના અન્ય રાજકીય નેતાએ મદદ કરી હોવાનું પણ ખુલ્યું છે. હવે આ નેતા કોણ છે? તે બધી વિગતો પોલીસ છબીલ પટેલના રિમાન્ડ દરમ્યાન મેળવશે.

