હાલોલ તાલુકાના ઈટવાડી ગામે રહેતી પરણીતાએ પોતાના પતિ દ્વારા અપાતા માનસીક ત્રાસ, મારઝૂડ અને રોજના કંકાસથી બાઝ આવી પોતાના ઘરના પાછળના ભાગમાં આવેલ લીમડાના ઝાડની ડાળી સાથે પોતાની સાડીથી ગળે ફાસો ખાઈ આત્મહતા કરી લેતાં નાનકડા ગામમાં ચકચાર મચી જવા પામી હતી. આ બનાવ અંગે પરિણીતાના પિતા રાજેન્દ્રસિંહ પરમારે હાલોલ પોલીસ મથકે પોતાના જમાઈ ધર્મેન્દ્રસિંહ વિરુદ્ધ ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી આગળ તપાસ હાથ ધરી છે
